Krsuhna salpure, Navsari : વતર્માન સમયમાં કરિયાણાથી લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઇન મળી રહે છે. તેમ નવસારી કૃષિ યુનિવર્સિટીએ ઓનલાઇન માધ્યમથી બાગાયતી કલમો સહિત અન્ય વિભાગના છોડનું વેચાણ શરૂ કયું છે. જે ખેડૂતો માટે ફાયદારૂપ સાબિત થઈ રહી છે.

ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વ હાથના ટેરવે આવીને બેઠુ છે. જેના કારણે દિવસે દિવસે ખરીદ વેચાણ પણ ઈન્ટરનેટ થકી થઈ રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ થકી દેશ કે વિદેશ કોઈપણ ખૂણે કોઈપણ વસ્તુ વેચી અથવા ખરીદી શકાય છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગો છોડ કે કલમ બનાવી ખેડૂતોને વેચાણ કરતા હોય છે, એમની જૂની પદ્ધતિમાં ખેડૂતોએ યુનિવર્સિટીના વેચાણ કેન્દ્રો પર જઈને લેખિત અરજી કરવાની રહેતી હતી. જેમાં અરજી પહોંચવામાં કે પહોંચાડવામાં મોડુ થાય તો ખેડૂતને પૂરતી સંખ્યામાં કલમ કે છોડ મળતા ન હતા. ઘણીવાર એવું બનતું કે, એક જ ખેડૂતની ત્રણ ચાર અરજીઓ જુદા જુદા કેન્દ્રો પર પહોંચે અને એક ખેડૂતની મર્યાદા કરતાં વધુ કલમ ખેડૂત ખરીદી લેતો અને પાછળ ઘણાં ખેડૂતોને કલમ કે છોડ મળતા ન હતા. આ સમસ્યાના સમાધાન માટે કૃષિ યુનર્વિસટીના IT વિભાગ દ્વારા eshop.nau.in પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે.

navsari kalam2

ખેડૂતોએ પુરાવામાં શું લાવવું?
જેમાં ખેડૂત પોતાની 7/12 ની નકલ અને આધાર કાર્ડ સાથે નોંધણી કરાવે અને ત્યાર બાદ એને જોઈતી કલમની સંખ્યા નાંખે એટલે એનો ઓનલાઇન ઓર્ડર યુનિવર્સિટીને મળી જાય છે. સમયે ઓર્ડર મળવા સાથે ખેડૂતને એક ચોક્કસ સમય મર્યાદામાં તારીખ અને સમય આપતા સર્ટિફાઇડ કલમ મળી જાય છે.

કયા કયા પ્રકારની કલમ મળશે?
નવસારી કૃષિ યુનિવર્સિટીના eshop.nau.in પોર્ટલ પર ખેડૂત હાલ નોંધણી કરાવી તેની કલમ ખરીદી શકે છે, જેમાં આંબામાં કેસર, હાફુસ, તોતાપુરી, રાજાપુરી, સોનપરી જેવી જાતોની કલમ, ડ્રેગન ફ્રૂટ, ચીકુ, નારિયેળીની કલમો છે. 1 એપ્રિલ, 23 થી નોંધણી શરૂ થઈ છે. જે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કલમ તૈયાર થતા ખેડૂતને મોબાઈલ પર મેસેજ આવ્યા બાદ યુનિવર્સિટીના નવસારી, ગણદેવી કે પરિયા કેન્દ્ર પરથી લઇ શકાશે. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ eshop ઉપર અત્યાર સુધીમાં 2800 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને 5 હજારથી વધુ ઓર્ડરમાં 3 લાખથી વધુ કલમ કે છોડની માંગણી થઈ છે. જેમાંથી યુનિવર્સિટી અત્યાર સુધીમાં સવા લાખથી વધુ કલમો ખેડૂતોને ઓનલાઇન વેચી ચુકી છે.

First published:

Tags: Local 18, Navsari News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here