ગાંધી વિચારક દેવજીભાઇએ ખાદીનાં યુનિફોર્મ આપ્યા
કૃષ્ણપુર ગામના જ વતની અને હાલ અમેરિકા નિવાસી દેવજીભાઈ ટંડેલ આઝાદીકાળથી ગાંધી રંગે રંગાયેલા છે અને ગાંધી વિચારોથી પ્રભાવિત છે. દેવજીભાઇ ટંડેલને વિચાર આવ્યો કે, મારા જ ગામના નાના બાળકો બાળપણથી જ ગાંધી વિચાર અને ખાદીનું મહત્વ સમજે તો એ મારા અને આખા ભારત દેશ માટે ગર્વની વાત રહેશે. બાદ અમેરિકાથી ભારત બે મહિના માટે આવ્યા ત્યારે કૃષ્ણપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. દેવજીભાઇએ 191 જેટલા વિદ્યાર્થીને ખાદીના યુનિફોર્મ આપવાનું નિર્ણય કર્યો હતો.આજે તમામ છાત્રો પાસે ખાદીનો યુનિફોર્મ છે. બાળકો ઉત્સાહ સાથે યુનિફોર્મ પહેરી રહ્યાં છે.
આ પણ વાંચો: જાણો કેવી રીતે થાય છે અળસિયાની ખેતી? ખેડૂતોને શું થાય છે ફાયદો
સપ્તાહમાં બે દિવસ ખાદીનો યુનિફોર્મ પહેરે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ખાદી ફોર ફેશન અને ખાદી ફોર નેશન આહ્વાને બાળકોએ સાર્થક કર્યું છે. દેવજીભાઇએ તેમા સહકાર આપ્યો છે. શાળાનાં બાળકો સપ્તાહમાં બુધવાર અને શનિવારે ખાદીનો યુનિફોર્મ પહેરીને શાળાએ આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News