હેલ્પ બેંક શું છે?
નવસારીના ફુવારા પાસે આવેલી આ એ એવી બેંક છે, જ્યાં જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાની કોઈપણ જાતની જરૂરિયાત વસ્તુ બેંકમાંથી વિના મૂલ્ય મળી શકે છે. જેનું નામ હેલ્પ બેંક છે. જેની શુભારંભ પહેલી એપ્રિલ 2019 માં થઈ હતી. ૐ સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આજે હેલ્પ બેંક ભગીરથ કાર્ય ચાલુ છે અને સેવાનો ધોધ અવિરત વહી રહ્યો છે.
બેંકમાં કઈ વસ્તુ મળે છે
ૐ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ 2019થી હેલ્પ બેંક શરૂ કરવામાં આવી છે. આ બેંક સૌજન્યથી ચાલે છે. જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, જરૂરિયતમંદ વ્યક્તિઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી શકાય તેવો છે. જેમાં વાસણ, કપડા, રમકડાં, પુસ્તકો, મેડીકલ સાધનો, ફર્નીચર વગેરે આપવામાં આવે છે. તેમજ મેડીકલ સાધનો પણ બીમાર વ્યક્તિઓને આપી મદદરૂપ થઈ શકાય. વિનામૂલ્યે વોકર, વોટર બેડ, ડાયપર, વ્હીલચેર, સ્ટીક, ટોયલેટ ચેર વગેરે આપવામાં આવે છે. હેલ્પ બેંકમાં આવેલ દરેક વસ્તુની ચકાસણી કરી એનું વર્ગીકરણ ટ્રસ્ટ પરિવારની બહેનો દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછી નવસારી જિલ્લાના દરેક ગામોમાં, સંસ્થાઓમાં જરૂરિયતમંદને પહોંચાડવામાં આવે છે. બેંકનો હજાર લોકોએ લાભ લીધો છે.
કોણ આયોજન કરે છે ?
આ સંપૂર્ણ સંચાલન મીનાક્ષીબેન કરમરકર અને જરદોશભાઈ પાત્રાવાલા દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં બહેનો પણ સેવામાં જોડાયા છે . આ મુખ્ય કામગીરી એ છે. હેલ્પ બેંકમાં કોઈ દાતાઓ જે કોઈ વસ્તુ મૂકી જતા હોય છે. તેને અલગ અલગ વિભાગમાં છૂટું પાડી ગોઠવવામાં આવે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિ જ્યારે અહીં આવે છે ત્યારે તેને આપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી આ અવિરત સેવા ચાલુ છે .
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Navsari News