સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એડવોકેટ મેહુલ બોઘરા પર સુરતના ટીઆરબી જવાને હુમલો કર્યો હતો. આ મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો ત્યારે ફરિયાદ લેવામાં આવી હતી પણ પોલીસ દ્વારા વકીલ વિરુદ્ધ ખંડણી અને એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આ ગુનો રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે એક પિટિશિયન કરાઇ હતી. જો કે કોર્ટ દ્વારા સુરત સરકાર પોલીસને નોટિસ ફટકારવામાં આવી છે અને આવતીકાલે કોર્ટમાં જવાબ સાથે રજૂ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને સરકારના વિસ્તારમાં જ ગેરકાયદેસર રીતે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતા ટીઆરબી જવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લા પડવાનું કામ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં જીઆરબી જવાન અને સુપરવાઇઝર જે રીતે ઉઘરાણા કરતા હતા. તેને સોશિયલ મીડિયામાં ખુલ્લું પાડવા જતા સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા આ વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને આ મામલો સુરત શહેર અને ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો- સુરતમાં ગેરકાયદેસર તબેલા પર મનપાની કાર્યવાહી બાદ માલધારીઓનું પ્રદર્શન

એડવોકેટ પર હુમલાને લઈને સમગ્ર ગુજરાતના વકીલો એક થઈ ગયા હતા. વકીલ મેહુલ બોઘરા પર હુમલાને લઈને ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પણ પોલીસ દ્વારા એડવોકેટ ઉપર ખંડણી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખોટી રીતે ગુનો દાખલ કરવાને લઇને એડવોકેટ મેહુલ બોઘરા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેને લઇને આજરોજ હાઇકોર્ટ દ્વારા સીઆરપીસી 482 મુજબની ફરિયાદ રદ કરવાના કેસના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરતના સરથાણા પોલીસને એક નોટિસ ફટકારી આવતીકાલે તમામ કેસની સ્ટેટમેન્ટ સાથે કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકુમ કર્યો છે.

આ પણ વાંચો- પ્રેમિકાના ભાઈએ મિત્રો સાથે મળી યુવકને માર્યા છરીના ઘા, બનાવ હત્યામાં પલટાયો

જોકે આ કેસ ગુજરાતમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને વકીલ ઉપર જે રીતે હુમલો કરવા સાથે ટીઆરબી જવાનો માત્ર પૈસાના ઉઘરાણા કરતા હોવાનો ઘટકોને લઈને હવે આ મામલો આગામી દિવસમાં વધુ ચર્ચામાં આવે તેવી વિગતો સામે આવી રહી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:rakesh parmar

First published:

Tags: Surat police, Surat Police Bribe, સુરત પોલીસ, સુરતના સમાચાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here