ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બુથ પર ખોટવાયું હોવાની ફરિયાદ મળી હતી. મુકપોલ વખતે ઈવીએમ ખોટવાયુ હોવાનુ ધ્યાનમાં આવતા જ જિલ્લા ચૂંટણીની અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલવાની તજવીજ હાથ ધરી છે.
વાસદા તાલુકાના ઉનાઈ ખાતે ઇવીએમ ખોટકાયુ
ઉનાઈ ગામે આવેલા બંને મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાયુ હોવાના સમચાર મળ્યા હતા. ઇવીએમ ખરાબ થઈ જતાં અડધો કલાક જેટલો મતદારોએ લાઇનમાં ઊભા રહેવાની તકલીફ ઉઠાવવી પડી હતી.
ઝઘડીયામાં પણ ઈવીએમ મશીન બગડ્યું
તો એ સિવાય ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉચેડિયા ગામના મતદાન બુથ નંબર ૧ ઉપર ઈવીએમ મશીન બગડ્યું હોવાના સમાચાર આવી રહ્યા છે. પરંતુ અહી તાત્કાલિક બગડેલ ઈવીએમ મશીનના બદલે બીજું મશીન ફાળવવામાં આવ્યું હતું જેના કારણે મતદારોને તકલીફ પડી નથી.
EVM મશીન અંધારામાં હોવાની ફરિયાદ
આ સિવાય ઉચેડિયા ગામના બૂથ નં. 1માં EVMમાં ક્ષતિ હોવાની માહિતી માલ્ટા તાત્કાલિક EVM બદલાયુ હતું અને મતદાન યથાવત ચાલુ રહ્યું હતું.
મોરબીમાં જ્યંતી પટેલે રિટ્નીંગ ઓફિસરને ફરિયાદ કરી હતી. EVM મશીન અંધારામાં હોવાથી ઉમેદવારોના નિશાન કે નામ ન દેખાતા હોવાની ફરિયાદ કરી હતી. મતદારોને અંધારામાં નામ અને નિશાન ન દેખાતા હોવાથી ફરિયાદ નોંધાવી રજૂઆત કરવામાં આવી હતી જે બાબત નોંધવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Elections, ગુજરાત ચૂંટણી 2022