આજે પ્રથમ તબક્કાનું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ ચરણનું મતદાન શરૂ થવા પૂર્વે નવસારીની 177 વાસદા વિધાનસભા માં રાજકારણ ગમાયું છે મહત્વની વાત છે કે મતદાન અગાઉની વાત ઉમેદવારો અને તેમના સમર્થકો માટે કતલની રાત ગણાય છે ત્યારે ચીખલી થી પોતાના ઘરે જઈ રહેલા ભાજપે ઉમેદવાર પ્રતાપ નગર થી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી અજાણ્યા ટોળા દ્વારા અનંત પટેલ સામે ઉભો રહી ચૂંટણી લડે છે આદિવાસી નેતા બનવા જાય છે કહીને ભાજપે ઉમેદવાર પિયુષ પટેલ ઉપર પિયુષ પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પિયુષ પટેલના માથા નાની ઇજાઓ
હુમલો ગાડીના કાચ તૂટવાને કારણે પિયુષ પટેલના માથા ઇજાઓ થઈ હતી જરી ગામે ટોળાએ ઘેરી લેતા ઘટના સ્થળે પિયુષ પટેલ ના સમર્થકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેના કારણે ઘર્ષણ વધતા ટોળાએ ભાજપ ઉમેદવાર અને તેમના સમર્થકો ની કાર ઉપર હુમલો કરતા નાસભાગ થઈ હતી જેમાં પિયુષ પટેલની કાર ઉપર લાકડા તેમજ અન્ય સાધનો વડે હુમલો કરતા તેમણે બચવાનો પ્રયાસ કર્યો હતો અને ચાલકે કાર હંકારી મૂકી હતી હુમલામાં કારનો કાચ તૂટતા પિયુષ પટેલના માથામાં ઇજા થઈ હતી.
વાંસદા પોલીસ સ્ટેશનને જાણ કરાઇ
અન્ય લોકો ને પણ ટોળાએ ફટકાર્યા હતા જોકે પિયુષ પટેલ ઘટના સ્થળેથી વાંસદા પોલીસ સ્ટેશનને પહોંચી પોલીસની ઘટનાની જાણ કરી હતી અને વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા જ્યાં તેમના માથામાં બે ટાંકા લેવા પડ્યા હોવાની માહિતી છે સમગ્ર મુદ્દે પિયુષ પટેલે અનંત પટેલ ના કહેવાથી તેમના ગામના સમર્થક ધનજીભાઈ તેમજ અન્ય લોકોએ તેમને રોકીને એમના ઉપર હુમલો કર્યો હોવાની આક્ષેપો કર્યા છે અને અમુક એ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે
પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો વાંસદા દોડી આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય અને તેમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી સાથે જ ભાજપે ઉમેદવાર ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bjp gujarat, Gujarat Elections, Navsari News, ગુજરાત વિધાનસભા, ગુજરાત વિધાનસભા ચૂંટણી