વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) યોજાવા જઇ રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થવા જઈ રહ્યું છે. આ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 182 વિધાનસભા બેઠકમાંથી 150થી વધુ સીટ પર કબ્જો મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ કરી ચૂક્યા છે. ત્રણેય પક્ષોએ વર્ષ 2022માં સભાઓની શરૂઆત આદિવાસી વિસ્તારમાંથી કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party) 182 વિધનાસભા બેઠકનો તાગ મેળવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સત્તાપક્ષ ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. વિપક્ષે પણ આ ચૂંટણીમાં પરચમ લહેરાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે દેડિયાપાડા વિધાનસભા બેઠક વિશે ચર્ચા કરીશું. આ બેઠક માટે મતદારો કોંગ્રેસને કમિટેડ છે, હજુ સુધી ભાજપ આ વિસ્તારમાં પોતાની વોટબેન્ક બનાવી શક્યું નથી.

દેડિયાપાડા વિધાનસભા બેઠક (Dediapada assembly seat)

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી દેડિયાપાડા વિધાનસભા બેઠક 149મા ક્રમાંકે છે. હાલ ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છે. જેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142, અનુસૂચિત જાતિની 13 બેઠકો જ્યારે અનુસૂચિત જનજાતિની (આદિવાસી) 27 બેઠકો છે. દેડિયાપાડા નર્મદા જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે.

Gujarat elections 2022: સંઘ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર ભરત પંડ્યા કેમ થઇ ગયા સાઇડલાઇન?

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મહેશભાઈ વસાવા આ બેઠક પરથી જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. દેડિયાપાડા વિધાનસભા બેઠક ભરૂચ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં દેડિયાપાડા બેઠક પરથી ભાજપ ઉમેદવાર મોતીલાલ વસાવાએ કોંગ્રેસ ઉમેદવાર અમરસિંહ વસાવાને હરાવીને જીત મેળવી હતી.

વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 મહેશભાઈ વસાવા BTP
2012 મોતીલાલ વસાવા ભાજપ
2007 અમરસિંહ વસાવા કોંગ્રેસ
2002 મહેશભાઈ વસાવા JD(U)
1998 અમરસિંહ વસાવા JD
1995 મોતીલાલ વસાવા ભાજપ
1990 મોતીલાલ વસાવા ભાજપ
1985 રામજીભાઈ વસાવા કોંગ્રેસ
1980 રામજીભાઈ વસાવા કોંગ્રેસ
1975 કાળુભાઈ વસાવા કોંગ્રેસ
1972 રામજીભાઈ વસાવા કોંગ્રેસ
1967 સી. બિજલભાઈ SWA
1962 દેવજી રામજી કોંગ્રેસ

મતદારોને રિઝવવા માટે તમામ પક્ષોની તૈયારી

વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓએ શક્તિ પ્રદર્શન શરુ કર્યું છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ગઠબંધનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યોના ત્રણ મંત્રીઓએ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં સભાઓ ગજવી હતી અને સહાય વિતરણ કરી હતી.

આ કાર્યક્રમમાં આદિવાસીઓને 3 કરોડના લાભ વિતરણ તથા વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં નર્મદા, છોટાઉદેપુર, ઉપરાંત માંડવી અને તાપી સહિત 5 જિલ્લાના 50 હજારથી વધુ આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.

અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે અને વિધાનસભાની બેઠકો પણ છે. ગુજરાત વિધાનસભામાં 27 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ત્યારે 2017માં 27 બેઠક પૈકી 15 બેઠકો પર કોંગ્રેસને સફળતા મળી હતી. 27 બેઠક પર આદિવાસી સમુદાયનો નોંધપાત્ર પ્રભાવ છે અને પાંચ જિલ્લામાં નોંધપાત્ર વસ્તી ધરાવે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં આદિવાસી સમાજના લોકો હાર કે જીત નક્કી કરે છે.

આદિજાતિના 29 સમુદાયો

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. જેમાંથી 80થી 82 લાખ જેટલા મતદારો છે. એ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આ વખતે ગુજરાત કબજે કરવા આદિવાસી વિસ્તારોમાંથી પ્રચાર શરૂ કર્યો છે.

સમગ્ર આદિવાસી વસ્તીની અડધી વસ્તી તો માત્ર ભીલ આદિવાસીઓની છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તીલગભગ 14% છે. ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાય વસે છે. જે સમુદાયો મુખ્યત્વે ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ છે, જેમાં ભીલ, દુબલા, ધોડિયા, રાઠવા, વરલી, ગાવિત, કોકણા, નાયકડા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસીઓ), ગરાસિયા, ગોંડે કાથોડી, વારલી, સીદી, કોટવાળિયા આદિ મુખ્ય આદિજાતિઓ છે.

આદિવાસી વોટબેન્ક

15 ટકા આદિવાસી વોટબેન્કની રાજકીય શક્તિ જોઈને તમામ પક્ષો આદિવાસીઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ BTP દ્વારા તેને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના તમામ રાજકીય પક્ષોની નજર આદિવાસી મતો પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી સમુદાયને રિઝવવા માટેના પ્રયાસ કર્યા છે.

Gujarat election 2022: શાહના વિશ્વાસપાત્ર કૌશિક પટેલને કેમ સીએમના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન

ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ કોંગ્રેસના પરંપરાગત મતદાર ગણાય છે. આ તમામ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલના રોજ દાહોદમાં 21 હજાર કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા, સાથે વિશાળ જનસભા સંબોધી હતી. આદિવાસીઓને વિકાસની ભેટ આપવાની સાથે આદિવાસી મહાસંમેલનથી રાજકીય સંદેશ પણ આપ્યો હતો. તો રાહુલ ગાંધીએ પણ દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

આદિવાસી વોટબેન્ક કબ્જે કરવા માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. તેમણે ભરૂચમાં BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સાથે 1 મેના રોજ આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કર્યું હતું.

લોકસભા ચૂંટણી

નર્મદા જિલ્લામાં દેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા, લોકસભા કે પછી ગ્રામપંચાયતની ચૂંટણી હોય ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોય છે. દેડિયાપાડા વિધાનસભા ક્ષેત્ર ભરૂચ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 3,34,214 મતોથી હરાવ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |

Published by:mujahid tunvar

First published:

Tags: Assembly elections 2022, Dediapada, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Narmada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here