સુરત: સોનાના ભાવ સતત આસમાને પહોંચી ગયા છે. ત્યારે ફરી આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.વિશ્વમાં ઇકોનોમિક ફેરફાર આવે છે ત્યારે તેની સૌથી મોટી અસર સોનાના ભાવ પણ પડતી હોય છે. અમેરિકામાં બેંકમાં હાલ ઘણો મોટો ફેરફાર થઈ રહ્યો છે જેની સીધી અસર વિશ્વની ઇકોનોમી પર પહોંચી છે. આ જ કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનાના વ્યાપર બજાર એટલે કે 24 કેરેટ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનાના ભાવમાં આજે 700રૂ.નો વધારો જોવા મળ્યો છે.  જયારે 22 કેરેટના ભાવ આજે ફરી 400 રૂપિયા મજબૂત બન્યું છે.સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ -62700
22 કેરેટ 10 ગ્રામ -54300

સોનાનો ભાવ (10ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ -6270
22 કેરેટ 10 ગ્રામ -5430

ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ- 62000
22 કેરેટ 10 ગ્રામ -53,900

આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે.  ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દર અલગ અલગ હોય છે. જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here