સુરત : સોનાના વધતા ભાવને લઇ રોકાણકરોની પેહલી પસંદ હવે સોનુ બની રહ્યું છે.સોનામાં રોકાણ કરવા માટે મોટી મૂડીની જરૂર પડતી નથી.જેથી મધ્યમવર્ગીય લોકો માટે સોનુંએ પેહલી પસંદ બને છે.છેલ્લા 6 મહિનામાં સોનાના ભાવમાં 35 ટકા જેટલો વધારો જોવા મળ્યો જેને લઇ હવે સોનામાં રોકાણકરોની સંખ્યા વધી રહી છે.અને આજે સોનાના વ્યાપર બજાર એટલે કે 24 કેરેટ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો. 24 કેરેટ સોનાના ભાવમાં આજે 100રૂ.નો વધારો જોવા મળ્યો. જયારે 22 કેરેટના ભાવ 300રૂ. નીચે ગગડ્યો હતો.

સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ -62000
22 કેરેટ 10 ગ્રામ -53900

સોનાનો ભાવ (10ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ -6200
22 કેરેટ 10 ગ્રામ -5390

ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ)

24 કેરેટ 10 ગ્રામ- 61900
22 કેરેટ 10 ગ્રામ -54,200

આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દર અલગ અલગ હોય છે.જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Gold and Silver Price, Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here