Aarti Machhi, Bharuch: રોજિંદા જીવનમાં લોકો અલગ અલગ પ્રકારના દોરડા, રસ્સીનો વપરાશ કરે છે. પણ શું તમે જાણો છો? કે આ દોરડા કે પછી રસ્સી કંઈ રીતે બને છે? કોણ આને બનાવવા માટે મહેનત કરે છે? આવો આજે જાણીએ અંકલેશ્વરનો એક સમાજ કે, જે છેલ્લા કેટલાક વર્ષોથી દોરડા બનાવવાના કામમાં જોતરાઈ ગયો છે. તેઓનું ગુજરાત પણ આનાથી જ ચાલી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામના રહેવાસી અને હાલ અંકલેશ્વર નેશનલ હાઇવેની બાજુમાં રહેતા કૂચબાન્ડિયા સમાજના લોકો દોરડા બનાવવાનો વ્યવસાય કરે છે.

સુરતથી કાચો વેસ્ટ માલ લાવીને તેને વેસ્ટ બનાવી વેચાણ



અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર એકમાત્ર કૂચબાન્ડિયા સમાજના લોકો દોરડા બનાવવાના વ્યવસાયમાં સંકળાયેલા છે. આ સમાજના લોકો જાતે મહેનત કરીને દોરડા બનાવી રહ્યા છે.

લોકો વેસ્ટ પ્રોસેસમાંથી બેસ્ટ બનાવે છે. સુરત માંથી પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા સુધીનો કાચો માલ લાવીને તેમાં મહેનત કરીને તેઓ અલગ અલગ પ્રકારના દોરડા બનાવે છે. અને માર્કેટમાં તેના વેચાણ અર્થે જાતે જ જાય છે. પરિવારના 12 થી 13 સભ્યો છેલ્લા કેટલાક વર્ષોથી આ વ્યવસાય કરીને પોતાનું ગુજરાત ચલાવે છે.

WhatsApp Image 2023 01 26 at 11.54.46



દોરડાનું રૂપિયા 80થી લઈને 100 સુધીમાં વેચાણ



આ કામમાં ઓછામાં ઓછા ચાર લોકોની મહેનત જોઈએ જ છે. પરિવારના સભ્ય ત્રણ જાતના દોરડા બનાવે છે. સફેદ કલરના દોરડા, અવનવા કલરના દોરડા બનાવવામાં કૂચબાન્ડિયા સમાજના લોકો જોતરાઈ ગયા છે.

WhatsApp Image 2023 01 26 at 11.54.47

તેઓ તેને હાઇવે પર વેચાણ અર્થે જાય છે. આ દોરડાનું તેઓ રૂપિયા 80થી લઈને 100 સુધીમાં વેચાણ કરે છે.



દરરોજ 1000થી 1200 રૂપિયાનો ધંધો થાય તો કોઈકવાર ધંધામાં મંદી પણ જોવા મળે



આ અંગે કનવરભાઈ કૂચબાન્ડિયાએ જણાવ્યું હતું કે, તેઓનો આ દોરડા બનાવવાનો ધંધો બાપદાદા સમયનો છે. છેલ્લા 20 થી 25 વર્ષથી અમે આ કામ કરીએ છીએ. તેમાં ઓછામાં ઓછા ચાર માણસોની મહેનત લાગે છે. હાઈવે ઉપર વેચવા માટે જઈએ છીએ.

 

માત્ર પાંચથી છ રૂપિયામાં કાચો માલ લાવી તેના પાછળ મહેનત કરી તેનું વેચાણ કરીએ છીએ. તેનો કોઈક ગ્રાહક રૂપિયા 50 આપે તો કોઈ 100 રૂપિયા પણ આપી દે છે. દરરોજ 1000 થી 1200 રૂપિયાનો ધંધો થઈ જાય છે. તો કોઈકવાર ધંધામાં મંદી પણ જોવા મળે છે. રોજના ચાર લોકો થઈને દસ દોરડા બનાવીએ છીએ.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Buisness News, Local 18

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here