સુરતમાં છેલ્લા લાંબા સમયથી બાઈક ઉપર આવેલા યુવકો રસ્તે ચાલતા લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ધૂમ બાઇક પર ફરાર થઇ જતા હોય છે. જોકે આવા ઈસમો પકડી પાડવા પોલીસ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવાની કામગીરી કરી રહી છે. ત્યારે પોલીસને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટસ બાઈક પર આવી વહેલી સવારે અને રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી તેમની સાથે ચેઇન સ્નેચિંગ કરતા બે લોકો સુરતમાં ફરી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસ સ્ટેશનની મદદથી અડાજણ ગૌરવ પર રોડ પર આવેલા સર્કલ પાસેથી અશોક ઉર્ફે નિકુંજ રામજીભાઈ બેલદાર અને મહાવીર સિંહ નટુભાઈ ચૌહાણ નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો- પાસપોર્ટમાં ચેડાં કરી દુબઈ જઈ રહેલ દંપતીની અમદાવાદમાં ધરપકડ
પોલીસે આ લોકોને પાસેથી છ જેટલી સોનાની ચેઇનો કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતાં અશોક ભૂતકાળમાં 2005 થી 2015 સુધી સુરત શહેરમાં રહી ચૂકેલ છે. આ સમયગાળા દરમિયાન તે ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં જતો રહ્યો હતો અને પોતાના મિત્ર સાથે ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચોરીને અંજામ આપતો હતો. 2020ની સાલમાં પોલીસમાં પકડાયો તે ગુનામાં આઠએક વર્ષ જેલમાં રહ્યા બાદ પોતાના વતન તારાપુર જતો રહ્યો હતો અને ત્યાંથી સુરત પર આવી 200 km નું અંતર કાપીને વહેલી સવારે અને રાત્રિમાં નીકળેલા લોકોને ટાર્ગેટ બનાવી ફરાર થઇ જતો હતો.
આ પણ વાંચો- અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા
જોકે પકડાયેલા આરોપીઓ ઉમરામાં ત્રણ મળી કુલ આઠ જેટલા ગુનાની કબૂલાત કરી હતી. આરોપી અશોક વિરુદ્ધ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 15 કરતાં વધુ ગુના નોંધાયા છે. જેમાં ઉમરા રાતે અડાજણ, પાલનપુર, ડીસા, ખંભાત અને ઊંઝામાં ગુના નોંધાયા છે. જ્યારે આરોપી મહાવીર વિરુદ્ધ ખંભાત, ઉંઝા, તારાપુર અને ગાંધીનગર ખાતે ચાર જેટલા ગુના નોંધાયા છે. સુરત પોલીસે છેલ્લા એક મહિનામાં 21 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જોકે થોડા સમય પહેલા 13 અને આજે વધુ છ ગુના મળી 19 ગુના ઉકેલી રાખ્યા છે. જ્યારે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime in surat, Latest news Surat, Surat breaking news, સુરત પોલીસ, સુરતમાં ચોરી