સુરત: વિદેશમાં જાહેર રસ્તા પર ક્લાઉન એક્ટ કે સ્ટેચ્યુ એક્ટ બાળકોથી લઈને મોટા લોકોનું મનોરંજન કરે છે અને આ એક્ટ પર્ફોર્મ કરતા આર્ટિસ્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે સુરત વનિતા વિશ્રામ ખાતે યોજાયેલા મેળામાં સ્ટેચ્યુ આર્ટથી લોકોનું મનોરંજન કરતા ગોલ્ડન બોયે આકર્ષણ જમાવ્યું છે.
અલગ અલગ ઈવેન્ટમાં સ્ટેચ્યુ એકટ કરી આવક મેળવે છે
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 19 વર્ષીય યુવક મોહમ્મદ આફતાબે એન્જિનિયરિંગ કરવાની સાથે સાથે માલ સામાનનો ટેમ્પો ચલાવી ભણવાનો ખર્ચ ઉપાડતો હતો. જો કે કોઈ સારી નોકરી ન મળતા તે સુરત આવી ગયો હતો, અહિયાં તે ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યો હતો. જો કે યુટ્યુબ પર સ્ટેચ્યુ આર્ટ વિશે જોયા બાદ તેણે તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને હવે તે અલગ અલગ ઈવેન્ટમાં આ એક્ટ કરીને સારી આવક મેળવી રહ્યો છે.

વિદેશોમાં ભજવાતા સ્ટેચ્યુ આર્ટને પરફોર્મ કરવા માટે તે અનેક ગાર્ડનની બહાર એકટ કરતો હતો. ધીરે ધીરે લોકોને પણ આ એક્ટ પસંદ આવવા લાગ્યું. ખાસ કરીને નાના બાળકોને વધુ મજા આવતા માતા-પિતા આ ગોલ્ડન સ્ટેચ્યુ બોય સાથે બાળકોના ફોટા પડાવતા થયા હતા, જેને લઇને આફતાબનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો.

મોહમ્મદ આફતાબ ચોપાટી ગાર્ડન પાસે લોકોની અવરજવર વધુ હોવાથી ત્યાં એકટ કરતો થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેને જાણતા થયા અને તેની સાથે લોકો સેલ્ફી પાડવા માટે પડા પડી કરતા.
પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં લોકો આફતાબને બોલાવે છે
હાલ તે વનિતા વિશ્રામ ખાતે યોજાયેલા મેળામાં ગેટ પાસે એકટ કરીને ત્યાં આવનારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકો રાજીખુશી થી જે પણ આપે છે તેનાથી તે પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં લોકો આફતાબને બોલાવે છે અને તે અલગ અલગ પર્ફોમન્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ ગોલ્ડન બોય મોઢા પર ગોલ્ડન મેકઅપ કરે છે અને ગોલ્ડન કપડા પહેરી અડધો કલાકની અંદર તૈયાર થઈ જાય છે.

આ અંગે મોહમ્મદ આફતાબે જણાવ્યું હતું કે, હું મૂળ યુપીનો રહેવાસી છું અને બાળકોને મનોરંજન મળી રહે તેવા માત્ર પ્રયત્ન કરી રહ્યો છું. લોકો પ્રેમથી જે કંઈ પણ આપે છે તે લઈ લઉં છું. કોઈ ચાર્જ લેતો નથી. આ એકટને સ્ટેચ્યુ એક્ટ કહેવામાં આવે છે. લોકો અહીં આવીને મારી સાથે સેલ્ફી લે છે અને વિડિયો બનાવે છે. વિદેશમાં આ એક્ટ ખૂબ ફેમસ છે. હું અહીં અઠવાગેટ વિસ્તારમાં રૂમ રાખીને રહું છું.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat news