સુરતમાં રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકાનું ઢોર ખાતું તેમજ અલગ-અલગ ટીમો સતત કામે લાગી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની ટીમ રજાના દિવસે પણ ઢોર પકડવાની કામગીરી તેમજ ગેરકાયદેસર તબેલાનું ડીમોલેશન કરી રહી છે તેવામાં સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઉગત વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો ગેરકાયદે તબેલા પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા 100થી વધુ તબેલાઓને દૂર કરવામાં આવ્યા હતા અને સાથેસાથે 250 થી વધુ રખડતા ઢોર પણ ડબ્બે પુર્યા હતા.
આ પણ વાંચો- રખડતા ઢોર મામલે હાઇકોર્ટે ઝાટકણી કાઢી
મહત્વનું છે કે સુરતમાં સતત રખડતા ઢોરને પગલે હાઇકોર્ટે જે કડક વલણ અપનાવ્યો છે તેને લઈ સુરત મહાનગરપાલિકા પણ સતત અને સતત કામ કરી રહી છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા જે રીતે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી રહી છે તો બીજી બાજુ સુરતના ડભોલી વિસ્તારમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતાના ઢોર પકડી જતા રોજી રોટી છીનવાઈ ગઈ હોવાના આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો- 5G લોન્ચની તારીખથી લઈને FMCG બિઝનેસમાં એન્ટ્રીની મુકેશ અંબાણીની જાહેરાત
સરકાર દ્વારા કામગીરી કરવામાં આવેલી છે તે કામગીરી માલધારીઓ અને ઢોરથી વિખુટા પાડવાની થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની કામગીરી સતત ચાલી રહી છે તે દરમિયાન મોટી સંખ્યામાં માલધારી સમાજ દ્વારા પણ બેનર અને પોસ્ટર સાથે રાખી વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું. જોકે આ મામલે સુરતના મેળે મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે સામે વિરોધ થઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Municpal Corporation, ગુજરાત, સુરત