અચાનક આ મહિલાના પતિ પર ફોન આવ્યો હતો કે…
સંઘ પ્રદેશ દમણમાં આવેલા હજારો કંપનીઓમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ચાલીઓમાં એક ઠગ ગેંગ સક્રિય બની છે. આ ગેંગ ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવે છે. એક મહિલા અભિલાષા સહાની હાલ ગર્ભવતી છે અને પાડોશમાં આવેલી આંગણવાડીમાં પોષણ આહાર સહિત તમામ પ્રકારની મેડિકલ સારવાર માટે મુલાકાત લઇ રહી છે. આશાવર્કર પાસે આ મહિલાનો તમામ બાયોડેટા હોય એ સામાન્ય બાબત છે, ત્યારે હવે અચાનક આ મહિલાના પતિ પર ફોન આવ્યો હતો કે તેમને સરકારી યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં વાદળછાયું વાતાવરણ લાવશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
થોડીકવારમાં જ આ મહિલાનું ખાતું ખાલી થઇ ગયું
માતૃ વંદના જેવી અનેક યોજનામાં 15 હાજરથી વધારે રૂપિયા તમારા ખાતામાં તાત્કાલિક જમા થશે અને પછી આ મહિલાને તેની તમામ માહિતી આ ફોન પરના વ્યક્તિએ આપી હતી. મહિલાની તમામ ખાનગી માહિતી આ ફોન કરનારી શખ્સ પાસે હોવાથી મહિલા ભોળવાઈ ગઈ. પછી શરુ થયો ઠગાઈનો ખેલ. ફોન પરના વ્યક્તિએ જેમ કહ્યું તેમ અભિલાષાએ કર્યું. અંતમાં એક ઓટીપી પણ આ ભોળી મહિલાએ આ ઠગને આપી દીધો હતો. બસ પછી થોડીકવારમાં જ આ મહિલાનું ખાતું ખાલી થઇ ગયું હતું.
મહિલાના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા
સરકરી હોસ્પિટલ માંથી ફોન કરૂં છે અને તમારા ખાતામાં ગર્ભવતી મહિલાને મળતા યોજનાના રૂપિયા ખાતામાં નાખવાના છે. આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી દમણમાં અનેક મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અભિલાસા જેવી જ અન્ય મહિલા પણ આંગણવાડીની અચૂક મુલાકાત લઇ રહી છે. મયુરી પાંડે નામની મહિલાના ખાતામાંથી 50 હજાર ઉપડી ગયા છે. આમ, દમણમાં 15થી વધારે ઠગાઈ થઇ છે તો અનેક મહિલા ઓટીપી ન આપવો જોઈએ એ ખ્યાલ હોવાથી ઠગાઈમાંથી બચી પણ ગઇ છે.
ફ્રોડને લઇને દમણનું પ્રસાસન સફાળું જાગ્યું
દમણમાં માતૃત્વ વંદના જેવી સરકારી યોજનાના લાભ મહિલાઓને આપવાના બહાને થઇ રહેલા ફ્રોડને લઇને દમણનું પ્રસાસન સફાળું જાગ્યું છે. દમણમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી .ઉચ્ચ અધિકારીઓની આ બેઠકમાં આ ફ્રોડ વધુ ન ફેલાય તે માટે તમામ આસવર્કરોને આદેશ આવામાં આવ્યા છે કે, તમામ ગર્ભવતી મહિલા ના ઘરે-ઘરે રૂબરૂ જઈ આ ફ્રોડ વિશે સમજ આપવામાં આવે અને આ પ્રકારના કોઈપણ ફોન તંત્ર દ્વારા કરવામાં આવતા નથી. જો કોઈપણ તકલીફ હોય તો સીધો આશાવર્કરનો સંપર્ક કરવા સમજવામાં આવ્યું છે.
મહિલા સાથે 5 હજારથી લઇને 50 હાજર સુધી ના રૂપિયા તેમના ખાતામાંથી ઉપડી ગયા છે. આથી મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી રહ્યો છે. આ ઠગાઈમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દમણના આંગણવાડીની મહિલા દ્વારા એકત્ર કરવામાં આવેલા ગર્ભવતી મહિલાના તમામ ડેટાની ચોરી થઇ છે. ગર્ભવતી મહિલાની તમામ ખાનગી માહિતી પણ આ ગેંગ પાસે હોવાથી આ મામલો ખૂબ સંગીન બની ગયો છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Daman, Gujarat News