ભરતસિંહ વાઢેર, દમણ: હાલે રાજ્યમાં ઉનાળા વેકેશનની શરૂઆત થઇ છે, ત્યારે ફરવાના શોખિનો શિમલા, દીવ કે ગોવાના પ્રવાસનું પ્લાનિંગ કરતાં હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વલસાડને અડીને આવેલ દમણ હવે ગુજરાતીઓની પહેલી પસંદ બની રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં દમણના કાયાપલટ બાદ દમણના બીચ અને સી રાઈડસ ગોવાને પણ ટક્કર આપી રહ્યા છે. મધ્યમ પરિવાર જેમનું બજેટ પણ મધ્યમ છે, તેવા ગુજ્જુઓએ ગોવાને બદલે દમણની વાટ પકડી છે. મીની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ સમર વેકેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. જેના કારણે 3 વર્ષથી કોરોનાના કારણે ઠપ પડેલા દમણ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. તો આવો આપને પણ કરાવીએ દમણના આલ્હાદ્ક વાતાવરણ અને દરિયા કિનારાની શેર.