મોંઘીદાટ બીએમડબ્લ્યુ કારમાં અચાકન જ આગ લાગી
વાપી નેશનલ હાઇવે પર જઇ રહેલી મોંઘીદાટ બીએમડબ્લ્યુ કારમાં અચાકન જ આગ લાગી હતી. આગને પગલે કારચાલકને સતર્કતા દાખવી હતી. જ્યારે કારચાલક તરત જ બહાર નીકળી ગયો હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જોત-જોતામાં તો આ કાર ભડ-ભડ સળગી ઉઠી હતી. હાઇવે પર કારને લાગેલી આગની જ્વાળાઓ જોઇને રસ્તે જતાં અન્ય વાહનો પણ રોકાઇ ગયા હતા. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉપરાંત પોલીસે આવી પહોંચી ટ્રાફિકજામ સામાન્ય કરવા પ્રયાસ કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી છતાં આ જિલ્લામાં મતદાન-ગણતરીનાં દિવસને કેમ જાહેર કરવો પડ્યો ‘ડ્રાય ડે’
કેવી રીતે કારમાં લાગી આગ?
નોંધનીય છે કે, બીએમડબ્લ્યુ કારમાં લાગેલી આગ તો કાબૂમાં લેવાઇ ગઇ છે પરંતુ કારમાં લાગેલી આગ પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પ્રાથમિક રીતે જોવા જઇએ તો, મોટાભાગની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતી હોવાનું સામે આવતું હોય છે, ત્યારે હવે આ કારમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CAR FIRE, Gujarat News, Vapi