વાપી: રાતામાં ફાયરિંગની ઘટનામાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પર રાતા પાસે કારમાં જ ફાયરિંગ થઇ હતી. જેમા તેમની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે શિવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.

શૈલેષ પટેલ કારમાં જ બેઠા હતા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોચરવા ગામના વતની શૈલેષ પટેલ આજે વહેલી સવારે રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.

મૃતકની ફાઇલ તસવીર

ફાયરિંગ બાદ કરામાં દ ઢળી પડ્યા

આ ફાયરિંગમાં શૈલેષ પટેલ કારમાં જ ઢળી પડ્યા હતા. તેમને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. આ ઘટના બાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

valsad crime 2023 05 b6027ae0c8d9bbe0a4469ee2e0f0bf33

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગ કરી હત્યા

સવારે સાતેક વાગ્યાની ઘટના

આ અંગે ડીવાયએસપીના જણાવ્યા પ્રમાણે, આ બનાવ સવારે સાતેક વાગ્યાની આસપાસ રાતા ખાડીના શિવ મંદિર પાસે બનેલો છે. શૈલેષ પટેલ, તેમના પત્ની અને કુંટબીજનો મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન આ બનાવ બનેલો છે. હાલ પોલીસની ટીમો જુદી જુદી રીતે તપાસમાં લાગેલી છે. ફરિયાદી લોકોએ જે શકમંદોના નામ આપેલા છે તેમની અને સીસીટીવી ફૂટેજની તપાસ અમે કરી રહ્યા છીએ.

First published:

Tags: Valsad news, Vapi News



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here