લાખો રૂપિયાના કોપરના સ્ક્રેપનો જથ્થો ઝડપાયો
બનાવની વિગત મુજબ વર્ષ 2022માં સ્ટેટ જીએસટી વિભાગના મોબાઇલ સ્કોડ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર વલસાડની ભીલાડ ચેકપોસ્ટ નજીકથી એક ટ્રકને રોકી તેમાં તપાસ કરતાં જીએસટી વિનાના લાખો રૂપિયાના કોપરના સ્ક્રેપનો જથ્થો ભરેલો હતો. આથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અંદાજે 42 લાખની કિંમતના 6,580 કિલોગ્રામ કોપરના સામાન સાથે આ ટ્રકને જપ્ત કરી હતી. ત્યારબાદ ટ્રકને સેલ ટેક્સના કમ્પાઉન્ડમાં જ રાખવામાં આવતી. જોકે ભીલાડ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જ આવેલા સેલ્સ ટેક્ષનું કમ્પાઉન્ડ પણ સલામત નથી.આ પણ વાંચો: સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે 1 ઝડપાયો
આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી
તસ્કરોએ હવે સરકારી એજન્સીઓએ જપ્ત કરેલા સામાન પર પણ હાથ ફેરો કરવાનો બાકી નથી રાખ્યો. પોલીસના હાથે ઝડપાયેલા મહારાષ્ટ્રના નાલા સોપારાના હિસ્ટ્રીસિટર આરોપીઓએ ટુકડે ટુકડે ટ્રકમાં ભરેલા કોપરના સામાનમાંથી અંદાજે 5775 કિલો કોપરનો સામાન ચોરી કરી લીધો હતો. જેની બજારમાં જેની કિંમત 37.60 લાખ રૂપિયા થાય છે. આમ લાખો રૂપિયાના કોપરને ચોરી કરી અને આરોપીઓ મહારાષ્ટ્રની હદમાં ફરાર થઈ જતાં હતા. જોકે જપ્ત કરાયેલા ટ્રકમાંથી કિંમતી કોપરના સામાનની ચોરી થઈ હોવાની જાણ થતાં જ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા વલસાડની ભીલાડ પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ક્રુઝમાં ગોવા જવાના સપના રોળાયા, ગઠિયાએ લાખો રૂપિયા પડાવી હાથ અધ્ધર કરી દીધા
પોલીસે બન્ને આરોપીઓની કરી ધરપકડ
વલસાડ એસ.ઓ.જી પોલીસ આ કેસની તપાસ કરી હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાલા સોપારાથી સોનું પ્રસાદ અને ચંદુ ગૌતમ નામના બે આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. વધુમાં આરોપીઓએ ચોરી કરેલા લાખોના સ્ક્રેપ નો કોપર નો જથ્થો કોને વેચ્યો હતોઅને ક્યાં છે? તે જાણવા સહિત ચોરાયેલ કોપરના જથ્થાને કબજે કરવા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લાખોના કોપર ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપીઓના કારનામાઓ અગાઉ પણ મહારાષ્ટ્રના અનેક પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: SOG, Valsad news, Valsad police