ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના રોહિણા એક દુઃખદ ઘટના બની  છે. જ્યાં એક પિતાએ જમીન અને પૈસાના વિવાદમાં કુહાડીના ઘા ઝીંકી અને પોતાના જ પુત્રની હત્યા કરી છે. પુત્રના મોત બાદ પિતાની પણ તબિયત લથડતા તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક એક્ટિવ થઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here