બનાવની જાણ થતાં જ હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વલસાડના રેલવે ગોદી વિસ્તારમાં રહેતા યોગેશ મોર્યા નામના એક યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલત જણાતા તેને સારવાર માટે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવક અત્યારે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. જોકે તેણે મોબાઇલમાં રેકોર્ડ કરેલો એક વીડિયો અને પત્નીના ત્રાસનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: આ પરબ પર પાણીની નહી, વાંચનની તરસ મટે છે
વાયરલ વીડિયોમાં આપઘાત કરનાર યુવક યોગેશ મોરિયાએ રડતા રડતા પ્રથમ તો પોતાના પરિવારજનોની માફી માંગે છે. ત્યારબાદ તે પોતે આપઘાતનો પ્રયાસ કેમ કરવો પડ્યો તેનું પણ કારણ જણાવતાં પત્ની અને સાસરિયાઓના ત્રાસથી પોતે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો વીડિયોમાં જણાવ્યું હતું.
વધુમાં તેણે પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. વીડિયોમાં યોગેશે પોલીસની કામગીરી પર પણ આક્ષેપો કર્યા હતા. પત્નીના ત્રાસની ફરિયાદ લઈ અને એક વખત પોલીસ સ્ટેશન જવા છતાં પણ પોલીસે કોઈ મદદ ન કરતા આખરે તેણે આ પગલું ભરવું પડ્યું છે તેવું પણ જણાવ્યું હતું. ઘરમાં પત્નીની ત્રાસથી પૂરો પરિવાર ડરના માહોલમાં જીવતો હતો અવારનવાર પરિવારના તમામ સભ્ય સાથે મારપીટ અને અપશબ્દો બોલી અપમાનિત કરી અને પત્ની ધમકી પણ આપતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: પોળો ફોરેસ્ટ વિશે આ ખાસ વાત તમે નહીં જાણતા હોવ
પરિવારે અગાઉ અનેક વખત પોલીસ સમક્ષ પત્નીના ત્રાસની ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પરંતુ પતિ પક્ષની રજૂઆત સાંભલવાને બદલે પોલીસે પત્નીની રજૂઆતને આધારે પરિવારજનો પર કાયદાકીય કાર્યવાહી પણ કરી હતી આથી પોલીસ પણ સહકાર ન આપતી હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
જોકે, આખરે પત્નીના ત્રાસથી કંટાળી અને પતિએ આપધતનો પ્રયાસ કરતા હવે આ મામલે પોલીસે વાયરલ વીડિયો અને યુવક અને તેના પરિવારજનોના નિવેદનના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. પરિવારે ઘરમાં વહુના ત્રાસનો સબૂત આપતો એક વીડિયો પણ રજૂ કર્યો હતો.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર