વર્ષોથી માગ ન સંતોષાતા બિષ્કાર
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામના એક ફળિયાના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ફળિયામાં વર્ષોથી રોડની માંગ સાથે 50થી વધુ પરિવારોએ આ વખતે ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જેને કારણે તંત્ર સાથે રાજકીય પાર્ટીના અગ્રણીઓ પણ દોડતા થઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, તુંબ ગામના આહિર ફળિયામાં 50થી વધુ પરિવારો રહે છે. ત્યારે વર્ષોથી આ ફળિયા સુધી પહોંચવામાં રસ્તાની અસુવિધા છે. આ ફળિયામાં રોડ નહીં બનતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો: ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ, લોકો પાસે ફોર્મ ભરવા માંગ્યા પૈસા
ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો
વર્ષોથી આ ફળિયામાં રસ્તો નહીં બનતા ચોમાસામાં લોકોએ મુસીબતનો સામનો કરવો પડે છે. રોડના અભાવે લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક પણ ક્રોસ કરવી પડે છે. લોકોએ આ અગાઉ અનેક વખત રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને સંબંધિત વિભાગને રોડ માટે રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી લોકોની માંગ નહીં સંતોષવામાં આવતા ફળિયા સુધી પહોંચવાનો રોડ બનાવવામાં આવ્યો નથી. આથી ચૂંટણીના સમયે લોકોએ મોકો પારખી અને આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.
નિર્ણય પર અડગ રહેવાનો નિર્ધાર
ફળિયામાં ઠેર-ઠેર ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે બેનરો લગાવવામાં આવ્યા છે. ફળિયામાં કોઈ પણ રાજકીય પાર્ટીના અગ્રણીઓ કે કાર્યકર્તાઓને ચુંટણી પ્રચાર માટે આવવાની મનાઈ કરવામાં આવી છે. આમ આહીર ફળિયામાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે લોકોએ ચૂંટણી બહિષ્કાર કરતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે, લોકો પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે પોતાના નિર્ણય પર અડગ રહેવાનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર