વન વિભાગે દીપડોને પકડવા પાંજરુ મૂક્યું
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ પણ વલસાડ જિલ્લાના ટુકવાડા ગામમાં આવી જ રીતે દીપડાનો ત્રાસ હતો. આથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવામાં આવ્યું હતું. વન વિભાગે આ પાંજરામાં મારણ પણ મૂક્યું હતું. જો કે, તે વખતે દીપડો શિકારની લાલચમાં પાંજરામાં ગયા બાદ આબાદ ઝડપાઈ ગયો હતો. જો કે આ વખતે દીપડો વન વિભાગે બિછાવેલી જાળમાં ફસાવાને બદલે પાંજરાની આજુબાજુ ચક્કર મારી અને ફરાર થઈ ગયો હતો.આ પણ વાંચો: 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સાર્વજનિક વાહનની સુવિધા
દીપડાની આવવાથી લોકોમાં ભયનો માહોલ
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ, ગામની આસપાસ ખૂંખાર દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. લોકો રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ વાડી કે ખેતર જવામાં ડર અનુભવી રહ્યા છે. આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી ખૂંખાર દીપડાઓ પકડવાની ઘટનાઓ બની ચુકી છે. હિંસક પશુઓ ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા છે. ત્યારે ડુંમલાવ ગામ આસપાસ દેખાતા દીપડાને ઝડપવા પણ વન વિભાગે પાંજરા ગોઠવવા સહિત વધુ પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચો: મતદાનનાં પ્રથમ તબક્કામાં બની ગજબની વિચિત્ર ઘટનાઓ
વન વિભાગના પાંજરાને ખો આપી દીપડો ફરાર
આ અગાઉ પણ વલસાડમાં દીપડો આવ્યાની ઘટનાઓ બની છે. પરંતુ તેમાં દરેક વખતે દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરીને તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે દીપડો વન વિભાગના પાંજરાને ખો આપીને ફરાર થઈ ગયો હતો. જો કે વન વિભાગના અત્યારે પણ દીપડાને પકડવા માટે પ્રયાસ ચાલું છે. પરંતુ દીપડો પાંજરે પૂરાવાનું નામ લેતો નથી. જેથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Leopard, Valsad news, Valsad Samachar, ગુજરાત