ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરમાં આખલાઓનો આતંક હવે હાઇવે સુધી પ્રસરી રહ્યો છે. હાઇવે પર માતેલા આખલાએ વિહાર કરી રહેલા જૈન સાધ્વી અને જૈન મુનિ મહારાજને અડફેટે લીધા હતા.
આખલાએ અડફેટે લેતાં જૈન મુનિ મહારાજ અને સાધ્વીજી રેલિંગ સાથે અથડાયા હતા. આથી બંનેને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત જૈન મુનિ સાહેબને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. સાધ્વીજીને અતુલના જૈન ઉપાશ્રયમાં લઈ જઈ અને તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આમ વલસાડ શહેરમાં હવે આખલાઓનો આતંક હાઈવે સુધી પ્રસરી રહ્યો છે અને હાઇવે ઉપર પણ આવતા રાહદારીઓને અફેટેલ લઈ રહ્યા છે.
આ અગાઉ પણ વલસાડ શહેરમાં આખલાઓના આતંકના કારણે અનેક લોકોને ઈજા થઈ છે. જાહેર રસ્તા ઉપર આખલાઓ આવતા જતા રાહદારીઓને વાહનચાલકોને પણ અડફેટે લેવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. અનેક લોકો આખલાઓના આતંકને કારણે ઇજાગ્રસ્ત થયા છે. જેમને હોસ્પિટલ સુધી સારવાર લેવાની ફરજ પડી છે. આમ શહેરી વિસ્તારમાં આખલાઓને નાથવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવળી રહ્યું છે. આથી લોકોમાં તંત્રની બેદરકારી પ્રત્યે નારાજગી વ્યાપી છે. તો આજે જૈન સાધુઓ પણ આખલાઓના આતંકનો ભોગ બનતા લોકોમાં વધુ નારાજગી વ્યાપી હતી. ત્યારે શહેરના રસ્તાઓ અને હાઇવે પર રખડતી રંજાળ એવા આખલાઓને પાંજરે પૂરવા જરૂરી બની રહ્યું છે.