ઉમરગામ પોલીસે આ મામલામાં છ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કે, તપાસ દરમિયાન જે હકીકત સામે આવી છે તે જો જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, મૃતક યુવક અને તેનો મિત્ર સંજાણ નજીક ચાલતા રેલવેના કામના પડેલા સામાનની ચોરી કરવા ગયો હતો. જો કે, લાંબા સમયથી રેલવે ટ્રેક પર સામાનની ચોરી થતી હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર સુધાકરે પોતાના માણસો ગોઠવ્યા હતા અને ચોરી કરતા ઇસમોને ઝડપવા પ્રયાસ કર્યા હતા.
આ પણ વાંચોઃ 20 વરસથી પશુ દવાખાનાનું કામ ચાલુ, આટલા વરસો છતાં કામ અધૂરું ‘ને હાલત ખંડેર!
તે દરમિયાન જ મૃતક ઝાકીર અને ઇજાગ્રત લક્ષ્મણ બંને ચોરી કરવા જતા કોન્ટ્રાક્ટરના માણસોએ બંનેને ઝડપી લીધા હતા અને ત્યારબાદ તેમને ઢોરમાર માર્યો હતો. ઢોર માર મારતા ઝાકીર શેખનું મોત નિપજ્યું હતું. જ્યારે લક્ષ્મણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ઝાકીરને માર માર્યા બાદ તેનું ગોડાઉન પણ સળગાવી દીધું હતું. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે અને 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ અમરેલીમાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ, પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ
ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી
- મનહર ગોવિંદ ટંકારી
- પપ્પુ સલાટ
- ધ્રુવલ કામળી
- પ્રવીણ ઉર્ફે પિન્ટુ સિંગ
- ભાવેશ ટંકારી
- પંકજ દભાળિયા
વોન્ટેડ આરોપીઓની હત્યા
- સુધાકર સિંગ
- પવન
- મનોજ આહીર
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Murder case, Valsad Crime news, Valsad news, Valsad police