અમદાવાદ: સોશ્યલ મીડિયા પર આજકાલ રિલ્સ કોન્ટેન્ટ મોટા પ્રમાણમાં જોવાય છે. ક્રિએટિવ લોકો પોતાની ટેલેન્ટ આ પ્લેટફોર્મ પર બતાવતા હોય છે. ઘણા ઇનસ્ટાગ્રામ ઇન્ફલુએન્સર્સ તો પોતાની ટેલેન્ટના દમ પર લાખો લોકો ફોલોઅર્સના દિલો પર રાજ કરે છે. આવી જ એક ઇન્ફલુએન્સર છે ગુજરાતની સલોની ટંડેલ. તેની રિલ્સ ગુજરાતી ભાષામાં હોય છે અને તેઓ દરેક રિલમાં એક મેસેજ આપતા હોય છે.
ઇન્સ્ટાગામ પર 3 લાખથી વધારે ફોલોઅર્સ ધરાવતી આ ગુજરાતી યુવતી નવસારીની રહેવાસી છે. તે માછીમાર પરિવારની દીકરી છે. તેની રિલ્સ પર હજારોની સંખ્યામાં લાઈક્સ અને કોમેંટ્સ આવતી હોય છે. તેઓની રિલ્સ તેમની આગવી શૈલીના કારણે વાયરલ પણ થતી હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Instagram, Instagram Reels, Navsari News, Social media