સુરતમાં પતિ-પત્નીના સંબંધને દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના ઉધનામાં બે મહિના પહેલા યુવકે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકને તેની મુસ્લીમ પ્રેમીકા અને તેનો ભાઇ બળજબરીથી ગૌમાંસ ખવડાવીને ધમકી આપતા હોવાથી યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનુ સામે આવ્યું હતું. જેથી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે મુસ્લિમ પ્રેમીકા અને તેના ભાઇની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં યુવકે મુસ્લીમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેને મોત મળ્યું હતું. મૃતક યુવકે ફેસબુકમાં સુસાઇડ નોટ પોસ્ટ કરી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોંકી જશો. સુરત શહેરના ઉધના પટેલનગરમાં રહેતા અને બીઆરસી ખાતે ડાંઈગ મીલમાં નોકરી કરતા રોહિત અજીતપ્રતાપ સીંગ એ ગત તા. 27 જુનના રોજ બપોરના અઢી વાગ્યે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

રોહિતને ઉધના વિસ્તારમાં રહેતી સોનમ અલી નામની મુસ્લીમ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ સોનમ મુસ્લીમ હોવાથી પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના પાડી હતી. પરિવારે જણાવ્યું હતું કે, જો રોહિત સોનમની સાથે લગ્ન કરે તો પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. આખરે રોહિતે સોનમની સાથે પ્રેમલગ્ન કરીને ઉધના પટેલ નગરમાં ભાડેથી રહેવાનું શરૂ કર્યું હતું. રોહિત છેલ્લા 6 મહિનાથી પોતાના પરિવારના સંપર્કમાં ન હતો. દરમિયાન રોહિતના મુળ વતનમાં તેના સંબંધીએ રોહિતની માતાને ફોન કરીને જાણ કરી હતી કે, રોહિતે બે મહિના પહેલા ફેસબુક ઉપર સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે, સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી ગૌ માસ ખવડાવીને ધમકી આપી હતી, તેઓના ત્રાસને કારણે રોહિતે આત્મહત્યા કરી હતી અને તેની સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી.

આ પણ વાંચો- આખરે ટ્વીન ટાવર સેકન્ડોમાં જ જમીનદોસ્ત થયાં; જુઓ LIVE વીડિયો

આ સમગ્ર ઘટનાને પગલે રોહિતનો પરિવાર સુરત આવ્યો હતો અને પોતાના વ્હાલસોયા દીકરા સાથે શું થયું તે બાબતે તપાસ હાથ ધરી હતી. અને સંપર્ક હિંદુ સંગઠનનો કર્યો હતો. તેમના દ્વારા તાપસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમ્યાન રોહિતે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. એટલુંજ નહીં તેની લાશને હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે મુખઅગ્નિ પણ આપી પાંચ મહાભૂતમાં વિલીન કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પરિવારજનો અને હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સુસાઇડ નોટના આધારે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો- છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં ‘ફોરેન્સિક તપાસ’ ફરજિયાત કરાશે: અમિત શાહ

આથી પોલીસે પત્ની અને તેના ભાઈ અખ્તર અલી વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી તાપસ શરૂ કરી છે. હિન્દૂ સંગઠનના કાર્યકર્તા અભીશેક દુબેએ આક્ષેપ કર્યા હતા કે મુસ્લિમ સમાજની વચ્ચે રહેતો હિન્દૂ યુવકની હત્યા કરી ફાંસીમાં ખપાવવાનો પ્રયાસ કરાયો છે. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ભાઈ-બહેનને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:rakesh parmar

First published:

Tags: Surat Crime, Surat Crime Latest News, Surat crime News Gujarati, સુરત પોલીસ, સુરત સમાચાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here