બનાવની વિગત મુજબ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા અને પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ઈરાની ગેંગ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવી રહી હતી. સાતિર મોડેસ ઓપ્રેન્ડી ધરાવતી આ ગેંગ મોટેભાગે સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી હતી. અને પોલીસ તરીકેની ઓળખ આપી ગુનોને અંજામ આપતી હતી. આરોપીઓ સિનિયર સિટીજનને દાગીના ઉતારવા પડશે તેવું જણાવી તેમના દાગીના ઉતરાવી અને નજર ચૂકવી દાગીના લઈ ફરાર થઈ જતા હતા. આમ વલસાડ જિલ્લામાં પણ વાપી વલસાડ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ઓળખ આપી અને સિનિયર સિટીઝનો પાસેથી દાગીના પડાવી લેતી ગેંગ સક્રિય થઈ હતી.
આ પણ વાંચો: સમલૈંગિક સંબંધ ધરાવતા કપલના લગ્નને લઇ રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહનું મોટું નિવેદન
વાપીમાં આ પ્રકારના બે ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા વલસાડ જિલ્લાની પોલીસ આ ઈરાની ગેંગને પકડી પાડવા પ્રયાસ કરી રહી હતી. એ વખતે જ વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીમાંથી બે આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેઓ વાપી સહિત આસપાસના વિસ્તારમાં અનેક ગુનાઓને અંજામ આપી અને પોલીસને હંફાવી રહ્યા હતા.
ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડી પણ ખુબ શાતિર હતી. જેઓ પોલીસની ઓળખ આપી છેતરપિંડી આચરતા હતા. ઝડપાયેલ આરોપી કામ્બર અલી જાફરીની ઉમર 76 વર્ષ છે. તો તેનો જ દીકરો નાદર અલી જાફરની ઉંમર 58 વર્ષ છે. બંને મહારાષ્ટ્રના ભિવંડીના રહેવાસી છે. આ ઈરાની ગેંગ તરીકે કુખ્યાત આ ગેંગના સાગરીતો 2 બાઈક લઇ મહારાષ્ટ્રની બોર્ડર પાર કરી વલસાડમાં પ્રવેશ કરતા અને ગુન્હા આચરી ફરી મહારાષ્ટ્રમાં પલાયન થઇ જતા હતા. વલસાડ પોલીસે આરોપીના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આંધી-વંટોળનું પ્રમાણ વધવાની સાથે વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની આગાહી
ઈરાની ગેંગમાં આરોપીઓના પરિવારની મહિલાઓ પણ ગુનાઓમાં સામેલ હતી. પરિવારની મહિલાઓ બની અને મહેંદી ચોરીનો મુદ્દા માલ વેચવા માટે જતી હતી. આમ પરિવારના પુરુષો ગુનાઓને અંજામ આપતા અને ત્યારબાદ છેતરપિંડી કરેલા દાગીના અને કિંમતી સામાનને વેચવા મહિલાઓ સંડોવાયેલી હતી. આથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ઈરાની ગેંગે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારે અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. આ તમામ આરોપીના મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વલસાડ જિલ્લામાં આચરેલ 3 ગુન્હાઓ હાલ ડિટેકટ થયા છે. પોલીસની તપાસમાં આ ઈરાની ગેંગના સાતિર સાગરીતોએ આચરેલા કેટલાક ગુનાઓના સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથે લાગ્યા છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Fake police, Valsad Crime, Valsad police