તિતિક્ષા પટેલ સાથે વલસાડ જિલ્લાના જોગવેલ ગામનો પ્રણવ ધનસુખ ગાવિત નામનો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો. આથી પરિવારજનોએ પ્રણવના નામજોગ આક્ષેપ કરી અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક તિતિક્ષા પટેલના ગુમ થયા બાદ તેના જ મોબાઈલ નંબરથી એક whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. તેના whatsapp ગ્રુપમાં મૃતક તિતિક્ષા પટેલ અને પ્રણવ વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રિનશોટ ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મૃતક વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર સુધી મૃતકના મોબાઈલ નંબરથી જ એ whatsapp ગ્રુપ પર મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here