નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.46 મીટરે નોંધાઈ છે. નર્મદા ડેમ હવે માત્ર 22 સે.મી મીટર મહત્તમ સપાટીથી દૂર છે. જે આગામી સમયમાં મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી શકે છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે. ત્યારે હાલ નર્મદા નિગમના અધિકારીઓએ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધી છે. આજે નર્મદા નિગમ દ્વારા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણને પણ ડેમ પર ક્યાં જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી લીધી હતી.

આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરદાર સરોવર નર્મદા ડેમ પર આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણા કરશે. જેની લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નિગમ દ્વારા ડેમ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરીને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. નર્મદા ડેમ પર તિરંગાના કલરનું લાઇટિંગ કરાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સિઝનમાં પ્રથમવાર 138.46 મીટરે નોંધાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ સાવધાન થઇ જજો, જો ટેક્ષ બાકી હશે તો કડક કાર્યવાહી કરાશે!

હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 2,23,308 ક્યુસેક થઇ રહી છે. જેના પગલે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,23,308 ક્યુસેક થઈ રહી છે, ત્યારે આજે સવારે 10 દરવાજા 1.30 મીટર ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સવારે 10 કલાકે 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમ ના 10 દરવાજા ખુલતા પ્રવાસીઓ પણ જેનો લાહવો લેવાનું ચૂકતા નથી. ડેમ પર જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે દરવાજાથી પાણી માત્ર 1 ફૂટ દૂર છે. નર્મદા ડેમના પાછળના વિસ્તારમાં તો જાને દરિયો હોઈ એવા દ્રસ્યો જોવા મળી રહ્યા છે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat News, Narmada dam, Sardar Sarovar DamLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here