સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં એક યુવાન શિવમસિંહ રાજપૂતની ગુમસુદાની ફરિયાદ તેના ભાઈ નાગેન્દ્રસિંહ રાજપૂતે કરી હતી. ગુમશુદા શિવમસિંહ શંકરસિંહ રાજપૂતના ગુમસુદા મામલે દમણ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, ત્યારે દમણ પોલીસને જાણવા મળ્યું હતું કે શિવમસિંહ બે વ્યક્તિઓ સાથે છેલ્લે જોવા મળ્યો હતો. શિવમ મિત્ર રવિશંકર કુષ્ણવિહારી પટેલ અને રાજુજગ કિશન પટેલની સાથે છેલ્લે જોવા મળ્યો હતો.
જેને લઇને દમણ પોલીસ શિવમના બંને મિત્ર રવિશંકર અને રાજુને તપાસ માટે દમણ પોલીસ સ્ટેશન લાવી હતી. દમણ પોલીસે આ બંને યુવાનની આગવી ઢબે પૂછપરછ કરતાં અંતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે, ગુમસુદા શિવમ રાજપૂતની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા બીજા કોઈએ નહીં તેના જ મિત્ર રવિશંકર પટેલ અને રાજુ પટેલ દ્વારા કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીને મૃતક શિવમ રાજપૂતનો મૃતદેહ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે દમણના ભેંસલોર સ્ટોન કોરી વિસ્તારમાં ઝાડી વિસ્તાર માંથી શિવમનો હત્યા કરી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા મામલે રવિશંકર પટેલ અને રાજુ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહિલાએ પ્રેમી અને ત્રણ બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું
દમણ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં શિવમની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રવિશંકર પટેલ જે યુવતી સાથે પ્રેમ કરતો હતો તે યુવતી રવિશંકરને ધોકો આપી શિવમ રાજપૂત સાથે સંબંધ રાખી રહી હતી. પોતાનો પ્રેમ છીનવાતા રવિશંકર ગુસ્સે ભરાયો હતો. પ્રેમાંધ થયેલો રવિશંકરે તેના મિત્ર રાજુ પટેલને સાથે રાખી શિવમની હત્યાનો પ્લાન ઘડયો હતો. બનાવના દિવસે રવિશંકરે તેના મિત્ર શિવમને દારૂની પાર્ટી માટે બોલાવ્યા હતા. ત્રણેય મિત્રો સાથે દારૂની પાર્ટી કરી શિવમને એકાંત જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં દારૂની બોટલ તોડીને તેના કાચ વડે શિવમનું ગળું કાપી હત્યા કરી હતી અને શિવમની લાશને સ્ટોનકોરીની જાળીઓમાં સંતાડીને બંને આરોપી ફરાર થઈ ગયા હતા.
દમણ પોલીસે શિવમની હત્યાનું કોકડું તાત્કાલિક ઉકેલી નાખ્યું છે. રવિશંકર પટેલ અને રાજુ પટેલની ધરપકડ કરી લીધી છે. દમણ પોલીસે બંને આરોપીઓના દમણ કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે બંને આરોપીઓના આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Daman news, Guajrat News, Murder case