ડાંગઃ જિલ્લા ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. ત્યારે ભાજપમાંથી વધુ બે રાજીનામા આપવામાં આવ્યા છે. તેમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. ત્યારે તેમના બાદ અનુસૂચિત જાતિના મહામંત્રીએ પણ રાજીનામું આપ્યું છે.

ભાજપમાંથી બે હોદ્દેદારોના રાજીનામા

મળતી માહિતી પ્રમાણે, ડાંગમાં ભાજપના વધુ બે રાજીનામા પડ્યાં છે. તેમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણ આહીરે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું છે. ત્યારે પ્રમુખ બાદ મહામંત્રીએ પણ રાજીનામું સોંપ્યું હતું. ડાંગના અનુસૂચિત જાતિના મહામંત્રી બાળુ ગળવીએ પણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ ડાંગમાંથી ત્રણ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. આમ, બે દિવસમાં જ ડાંગમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. બે દિવસમાં પાંચ જેટલા હોદ્દદારોએ રાજીનામા આપી દીધા છે.

First published:

Tags: Bjp gujarat, Dang, Gujarat BJPLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here