કેતન પટેલ, ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકાના સરવર ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પાંચ ગામો જેવા કે સોડમાળ, કલમખેત, ઘોડી, સરવર અને ગુંજપેડાનો સમાવેશ થાય છે. તેમાં સરકારની 14મા નાણાપંચ અને 15મા નાણાપંચની યોજનાઓમાં પણ સરપંચ દ્વારા ભારે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા સરપંચ જીજ્ઞેશભાઈ ચંદરભાઈ પટેલે ભાઈ, ભાભી, ભત્રીજીઓના નામો મનરેગાના લાભાર્થીઓ બનાવી ગરીબ આદિવાસી ખેડૂત લાભાર્થીની જમીન લેવલિંગની કામગીરી કાગળ પર જ પૂર્ણ કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે.