સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે અલગ-અલગ ફિલ્મો બનાવી ગુનામાં ઠંડોવાયેલા હોય અને પોલીસ પકડતી નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા એક લાંબા સમયથી ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જોકે ગુજરાત બહારના અલગ-અલગ રાજ્યમાં ગુના કરી ગુજરાતના સુરતમાં આવીને સંતાયેલા હોય તેવા આરોપીઓની તપાસ શરૂ કરી હતી ત્યારે સુરત પોલીસને બાદમીદાર દ્વારા બાતમી મળી હતી કે અમરોલી શ્રીરામ ચોકડી પાસે રહેતો અને કતારગામ વિસ્તારમાં કામ માટે આવેલો કાર્તિકે માંગા ભગવાન પાડી નામનો વ્યક્તિ કે જે મૂળ ઓરિસ્સાના જિલ્લાના ગંજામ ખાતેનો રહેવાસી છે. આ આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોલીસથી નાસ્તોફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે બાતમીના આધારે આઇસમને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો- પાસપોર્ટમાં ચેડાં કરી દુબઈ જઈ રહેલ દંપતીની અમદાવાદમાં ધરપકડ, તપાસમાં થયો નવો ખુલાસો
પોલીસે બાતમીના આધારે પકડેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી 2018માં દિવાળીના તહેવાર સમયે છચીના ગામ કોડલા તાલુકા જીલ્લો ગનજામ ખાતે સરપંચ ઉપેન્દ્ર પરીડા તથા તેના ભાઈ રાજેન્દ્ર પરિડા સાથે ચૂંટણીલક્ષી ઝઘડો કરી ઝઘડાની અદાવત રાખી રાજેન્દ્ર પરીડા પર ફાયરિંગ કરી તેની હત્યા કરી નાખી હતી. જોકે 2017માં ઓરિસ્સાના ગંજામ ખાતે આવેલાં કોડલા ખાતે ચૂંટણીના પરિણામ વખતે આરોપી દ્વારા ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો- મેહુલ બોઘરા પર ખંડણી અને એટ્રોસિટીનો કેસ કરનાર સરથાણા પોલીસને હાઇકોર્ટની નોટિસ
આરોપીએ અગાઉ પણ કેટલા ટાવર ખાતે પેટ્રોલ પંપ પર તોડફોડ કરી મારામારી કરી પેટ્રોલ પંપમાંથી ચોરી કરેલા હોવાની કબુલાત કરી હતી. આરોપી પોલીસ પકડથી બચવા માટે ત્યાંથી પાંચ વર્ષ પહેલાં ભાગી ચૂક્યો હતો અને ત્યારબાદ સુરત આવીને વસી ગયો હતો. જોકે આરોપી વિરુદ્ધ ઓરિસ્સાના જ્ઞાન જિલ્લાના કોડલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે. જેમાં ફાયરિંગ કરવાના તથા ખૂનની કોશિશ સાથે પેટ્રોલ પંપ પર તોડફોડ અને મારામારી સાથે ચોરીના અને ગુના નોંધાયેલા છે. જો કે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે તેને ઓરિસ્સા ખાતે મોકલી આપ્યો છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat crime branch, Surat Crime Latest News, સુરત, સુરત પોલીસ, સુરતના સમાચાર