નવસારી: ડાંગ જિલ્લામાં હાલમાં ચક્રવાત સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં આહવા તાલુકાના કામદ ગામે અતિભારે વાવાઝોડાને કારણે 50થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા હતા. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોની કેરી ઝાડ પરથી ખરી પડી હતી. ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતોએ હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.