સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલનજા ગામે શ્યામ રેસીડેન્સી નજીક અબ્રામા રોડ પર એક માનસિક વિકૃતિ ધરાવતા ઈસમની અનેક ફરિયાદો ઉઠી હતી. ઓલપાડના ઉમરા ગામ ભવ્ય મંદિર સોસાયટીમાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવિન શિંગાળા છેલ્લા કેટલાક સમયથી અબ્રામા રોડ ઉપર નાની બાળકીઓ તેમજ યુવતીઓને અડપલા કરી રહ્યા હતા. જેની ફરિયાદ સામે આવી હતી.
વેલંજા શ્યામ રેસિડેન્સીમાં રહેતા એક ફરિયાદીએ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી હતી. લંપટ ભાવેશ શિંગાળા ત્યાંથી પસાર થતી બે દીકરીઓને ડરાવી ધમકાવીને અપહરણ કરવાની ધમકીઓ આપતો હતો. જેથી કામરેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ હરકતમાં આવી હતી. બાતમી આધારે વિકૃત માનસિકતા ધરાવનાર ભાવેશ ધનજીભાઈ સિંગાળાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે ગીર સોમનાથનાં ખેડૂતોની મગફળીનો પાક બગડ્યો
પ્રાથમિક રીતે આ લંપટ ભાવેશ શિંગાળા અપહરણ નિજ ફિરાકમાં હોવાનું જણાયું હતું. તેની ધરપકડ બાદ પોલીસે તેમાં મોબાઈલ ફોનની પણ તપાસ કરી હતી. તો તેની વિકૃત માનસિકતા સામે હતી. તેના મોબાઇલ ફોનમાંથી બીભત્સ વીડિઓ મળી આવ્યા હતા.
તેમજ સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં પણ પોર્ન સાઇટ વારંવાર જોતો હોવાનું બહાર આવ્યું હતું.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર