સુરત: ગરમીની શરૂઆત થતાં જ લોકોને ઠંડા પીણાની યાદ આવે છે અને બજારમાં ઉનાળાના ફળો વેચવાની પણ શરૂઆત થઈ જાય છે. યુવા જનરેશનમાં હવે મોકટેલ અને મોહિતો જેવા ઠંડા પીણાં પીવાનું ચલણ વધ્યું છે. બજારમાં મળતા આવા ઠંડા પીણાના ભાવ બમણા હોય છે અને આ જ ઠંડા પીણા આપણે ઘણી ઝડપથી અને ઓછી કિંમતમાં બની શકે છે. તો આ ઉનાળામાં ઘરે જ બનાવો તરબૂચ અને સંતરાના રસનું સનશાઇન જે બાળકો અથવા મહેમાનોને પીવડાવવામાં આવે તો તેમણે પણ મોજ પડી જાય.

સનશાઇન બનાવવાની સામગ્રી

– અડધો કપ સંતરાનો રસ

– અડધો કપ તરબૂચનો રસ

– અડધો કપ સાદી સોદા

– એકથી બે ચમચી દળેલી ખાંડ

– ત્રણથી ચાર લીંબુના ટુકડા

– થોડા બરફના ટુકડા

-સજાવટ માટે વિક્સ તુલસી (optional)

સનશાઇન બનાવવાની રીત

– એક ગ્લાસમાં સંતરાનો રસ લઈ તેમાં એક ચમચી દળેલી ખાંડ નાખવી

– સંતરાના રસમાં ત્રણથી ચાર લીંબુના ટુકડા નાખી દસ્તા વડે લીંબુને થોડું પીસી લેવું

– તૈયાર કરેલ રસમાં સોડા ઉમેરવી

– છેલ્લે તરબૂચનો રસ ગ્લાસમાં ઉમેરવું અને સજાવટ માટે ઉપર વિક્સ તુલસીના પાન મુકવા

WhatsApp Image 2023 05 03 at 7.26.47 PM 2023 05 e1afd15777dba5717cb9ee451768f35f

આ રીતે આપણે ઘરે માત્ર 10થી 15 મિનિટમાં દેશી પીણું બનાવી શકીએ છે. બહાર મળતા આ પીણા ઘણા મોંઘા પડે છે, ત્યારે ઘરે તેની અડધેથી પણ ઓછી કિંમતમાં અને શરીરને લાભદાયક પીણું આપણે બનાવી શકીએ.

તમારા શહેરમાંથી (સુરત)

First published:

Tags: Local 18, Surat news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here