ભરતસિંહ વાઢેર, દાદરા અને નગર હવેલી: રાજયમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી વેકેશન માણવા અને ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા અને હવા ખાવાના સ્થળો પર જઈ રહ્યા છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં આવેલું દૂધની જળાશય અત્યારે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.