Sardar Sarovar Dam Water Level: ગુજરાતની જિવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો છે. હાલ ડેમમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા.
