ભરતસિંહ વાઢેર, વલસાડ: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર ચાલક કારમાંથી બહાર ન નીકળી શકતા કારમાં જ બળીને ભડથું થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ યુવકને બચાવવા ભારે પ્રયાસ કર્યા હતા. પરંતુ સફળતા ન મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ડુંગળી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેક પર  સોનવાડા ગામના પાટીયા નજીક સર્વિસ રોડ પર એક અર્ટિગા કાર પુર ઝડપે દોડી હતી. ત્યારે અચાનક જ દોડતી કારમાં આગ લાગી હતી. આથી કાર ચાલકે કારને થોભાવી દીધી હતી. સળગતી કારના દ્રશ્ય જોતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. પરંતુ થોડી જ વારમાં આખી કાર આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

સ્થાનિકોના મતે કારમાં સવાર ચાલકે બહાર નીકળવા ભારે મથામણ કરી હતી. પરંતુ કમનસીબે બહાર ન નીકળી શકતા યુવક કારમાં જ બળીને ભડથું  થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: વાપરવા માટે રૂપિયા નહીં આપતા ત્રણ શખ્સોએ યુવકના માથામાં ધારીયું મારી દીધું

જો કે કારમાં યુવક સંપૂર્ણ બળી ગયો હોવાથી તેની ઓળખ મુશ્કેલ હતી. આથી પોલીસે મૃતકની ઓળખ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમ વલસાડ નજીક હાઈવે પર દોડતી કારમાં લાગેલી આગની ઘટનામાં યુવક જીવતો જ ભુંજાઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat News, Valsad news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here