Surat: સુરતમાંથી વધુ એકવાર જુગારધામ ઝડપાયુ છે, પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં પોલીસે રેડ કરીને પાસોદ્રા વિસ્તારમાંથી આજે એક મોટુ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ. પોલીસના દરોડો દરમિયાન અહીં પુરુષો કરતાં મહિલા વધુ જુગાર રમતી હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે આ રેડ દરમિયાન 6 જેટલી મહિલા અને 3 પુરુષને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, આની સાથે જ પોલીસે 1.79 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. 

 

Kinner Walk: સુરતમાં કિન્નરોનો જલવો, 21 કિન્નરોએ રેમ્પ પર જુદીજુદી થીમ પર કર્યુ શાનદાર વૉક, જુઓ

Kinner Walk: સુરતમાં કિન્નરોનો જલવો જોવા મળ્યો છે, અહીં યોજાયેલી એક રેમ્પ વૉક શૉમાં કિન્નરોએ શાનદાર રેમ્પ વૉક બધાને ચોંકાવી દીધા છે, કિન્નરોનું આ રેમ્પ વૉક મૉડલોને પણ ફિફ્કી પાડુ દે એવું હતુ, આના વીડિયો અને તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. આ રેમ્પ વૉકમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો.

સુરતમાં ગઇકાલે એક કિન્નર ફેશન શૉ યોજાયો હતો, ગુજરાતમાં આ કિન્નર ફેશન શૉ પ્રથમવાર યોજાયો હતો. આમાં કુલ 21 કિન્નરોએ ભાગ લીધો હતો અને તેમનો નજરો અને વૉક સુપર મૉડલને પણ ટક્કર પાડી દે એવું હતુ. આ કિન્નરોએ ફ્યૂઝન અને ટ્રેડિશનલ થીમ પર રેમ્પ વૉક કર્યું હતુ. 

ખાસ વાત છે કે, સુરતના સી બી પટેલ સ્પૉર્ટ કૉમ્પલેક્ષમાં તુલ્યતા બેનર હેઠળ આ અનોખો કિન્નર ફેશન શૉ યોજાયો હતો. આ શૉ અનોખો એટલા માટે હતો કેમકે આ ફેશન શૉમાં માત્ર કિન્નરોએ જ રેમ્પ વૉક કર્યું હતું. કિન્નરો પણ મૉડલોની જેમ જ રેમ્પ વૉક કરી શકે છે. આનું આયોજન કિન્નરોને સમાનતા આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

Surat: સુરત હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, પિતાએ કરી હતી દીકરીની હત્યા

Surat: સુરતમાં ચાર દિવસ પહેલા ઘટેલી હત્યાની ઘટનાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ચાર દિવસ પહેલા પિતાએ જ સગી દીકરીનીની હત્યા કરી નાંખી હતી, તેને લગતા હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ચાર દિવસ પહેલા સુરતના કોડદરા ચાર રસ્તા પર પિતાએ જ પોતાની સગી દીકરીની હત્યા કરી હતી, આ ઝઘડો ઘરેલુ હતુ, ધાબા પર સુવા બાબતે માતા -પિતા વચ્ચે ઝઘડો થયો હતો, અને બાદમાં દીકરી વચ્ચે પડતાં તેનું મોત થયુ હતુ. 

કડોદરા ચાર રસ્તા પર ચાર દિવસ પહેલા આ ખૂની ખેલ ખેલાયો હતો, અહીં કડોદરાના સત્યમ નગર ખાતે ધાબા પર સુવા બાબતે ઘરમાં એક ઝઘડો થયો હતો, આ દરમિયાન હત્યારો પિતા માતાને મારવા જતા હતો, પરંતુ તે સમયે દીકરી વચ્ચે છોડાવવા આવી હતી, અને આ ઘટનામાં દીકરીની હત્યા કરી દેવામા આવી હતી, હત્યારા પિતાએ 35 જેટલા ચાકૂના ઘા મારી હત્યા કરી હતી, એટલુ જ નહીં આ લોહિયાળ હત્યા કાંડમાં અન્ય ત્રણ ભાઈ-બહેન અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી, હવે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here