Kutch: ભારત અને પાકિસ્તાનના સંબંધો ભલે સુધર્યા ના હોય પણ ડિપ્લૉમેટિકલી રીતે બન્ને એકબીજાના કાયદાને મહત્વ આપી રહ્યાં છે, હાલમાં ફરી એકવાર ભારતે ભારતમાં કેદ પાકિસ્તાની માછીમારો સહિતના કેદીઓને મુક્ત કર્યા છે.

માહિતી પ્રમાણે, ભારત સરકારે કચ્છની જેલમાં બંધ 9 માછીમાર સહિત 22 પાકિસ્તાનીઓને હાલમાં જ મુક્ત કર્યા છે. ખરેખરમાં, થોડા દિવસો પહેલા જ પાકિસ્તાને 184 ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા હતા, હવે આ પગલે ભારતે પણ કાર્યવાહી કરી છે, ભારતે જુદી-જુદી જેલોમાં બંધ 22 જેટલા પાકિસ્તાનીઓને વાઘા-અટારી બોર્ડર પરથી સરહદ પાર કરીને પાકિસ્તાનીઓને તેમના દેશના હવાલે કર્યા છે. દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા જારી કરાયેલ ‘ઈમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ’ના આધારે આ તમામને પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે.

 

Kutch: ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની લૂંટથી ચકચાર, પોલીસે નાકાબંધી કરી

ભૂજ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. ગાંધીધામના પી.એમ આંગડિયા પેઢીમાં આ લૂંટની ઘટના બની છે.   બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ લૂંટની  ઘટના બની હતી.  અજાણ્યા શખ્સો દ્વારા આંગડિયા પેઢીમાં આવી લૂંટ કરવામાં આવી હતી.  અંદાજે 1 કરોડની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે.  ગાંધીધામમાં આવર-નવાર આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો અટકાવવા હવે માંગ ઉઠી છે.  આ અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે. ગાંધીધામમા એક કરોડથી વધુની લૂંટની ઘટના બનતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે.  બપોરના સમયે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની હતી. આ લૂંટની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.  ચાર આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હોય તેવા અહેવાલ છે. 1 કરોડ રુપિયાની લૂંટની ઘટનાને લઈ  પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી છે. કચ્છ જિલ્લામાં આ પહેલા પણ ઘણી વખત આંગડિયા પેઢીમાંથી લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એક વખત કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. સમગ્ર કચ્છમાં આ લૂંટની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. 

Surat: પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડ્યો, ટાંકામાં બૉક્સ કરીને મુકેલા હતા 50 પેકેટ

Surat: સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે 10 લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, લગભગ 50 જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલો હતો. સુરતની કતારગામ પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, મ્યૂનીસિપલ કોર્પૉરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજો મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here