જૂનાગઢ: જૂનાગઢના ભવનાથમાં માનવસેવા ગ્રૂપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આજે નવદંપતીઓને સમયસર કરિયાવર ન મળતા ભારે ધમાલ મચી ગઈ હતી. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તુરંત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી 22 હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ કરિયાવર ન અપાતા નવદંપતી વિફર્યાં હતાં.  બીજી તરફ આયોજકો કરિયાવર આવી જ રહ્યો હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

આયોજકોનો દાવો છે કે વાહન મોડું પડ્યું હોવાથી કરિયાવરનો સામાન મોડો આવ્યો છે. આ સાથે જ લગ્ન પૂર્ણ થયા બાદ જ કરિયાવર આપવાનો રિવાજ હોવાનો દાવો કર્યો છે.

Amreli: ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, ચાર દિવસમાં બીજી ઘટના

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 16 દિવસમાં વન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.

ગઈકાલે અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. તેના પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે પાંચ માસના માસૂમનો શિકાર કર્યો હતો. જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં ત્રણ વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here