ગુજરાત (Gujarat Rain Update) માં ઘણા જિલ્લાઓમાં વરસાદનો કહેર વરસ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદને (Gujarat Rain Update) કારણે 61 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. વીજળી પડવાથી, ડૂબી જવાથી, તણાઈ જવાથી, વૃક્ષ પડવાથી આ જાનહાની સર્જાઇ છે. સાથે સાથે પશુઓ માટે પણ વરસાદ આફત બની વરસ્યો છે. રાજ્યમાં કુલ 272 જેટલા પશુઓના પણ મૃત્યુ પણ વધારે વરસાદને લીધે નોંધાયા છે. જો કે તમામ જિલ્લામાં મોટાપાયે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લોકોને ઓછી તકલીફ પડે તેને લઈને તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ સૂચન પણ કરવામાં આવ્યું છે કે લોકો નીચાણવાળા વિસ્તારમાંથી મદદ મેળવી સુરક્ષિત સ્થળે ખસી જાય. ઝાડ કે વીજળીના થાંભલા તેમજ નદી-નાળા વિસ્તારમાં જતા બચે.

rain 1

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી રહ્યા છે સ્થિતિની સતત સમીક્ષા

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે. આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટી તંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરીંગ કરી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટા ઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેમાંથી 6583 નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે, જ્યારે અંદાજે 3821 આશ્રય સ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે.

rain 4

બોડેલીના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત

છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વચ્ચે એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વિઓગતો મુજબ બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. જેમાં અચાનક પાણી આવ્યું તે દરમ્યાન વૃદ્ધ મહિલા ઘરમાં જ હોય અને રાત્રિનો સમય હોય મહિલા બહાર ન નીકળી શકતા તેમનું મોત થયું હતું. 

rain 3

નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ વૃદ્ધાનું મોત

નવસારી શહેરમાં પણ પૂર આવ્યા બાદ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. વિગતો મુજબ શહેરના વોર્ડ નં-13 અને બાલાપીર દરગાહની પાછળ રહેતા વૃદ્ધાનું ડૂબી જવાથી મોત થયું છે.

આજે સવારથી 157 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારથી 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના ડેડિયાપાડામાં 16.5 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરપાડામાં 14.5 ઈંચ અને તિલકવાડામાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ નાંદોદમાં 10.5 ઈંચ, કપરાડામાં 7.5 ઈંચ, ગરૂડેશ્વરમાં 5.5 ઈંચ, સાગબારામાં 5.5 ઈંચ, ડાંગમાં 5.5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ અને ઉચ્છલમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, વલસાડ, સોનગઢમાં 4-4 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ, સુબિર, નેત્રંગ અને લખપતમાં 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ ધનસુરા, વીજાપુર, ઉમરગામમાં 2 ઈંચ અને ડોલવણ, માંગરોળમાં, જોડીયા, કચ્છના માંડવી અને માણસામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પ્રાંતિજ, વ્યારા, માંડવી, પારડી, ખેરગામ, નસવાડી, ટંકારા અને વાંસદામાં 2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત તલોદ, ભરૂચ, ગીર ગઢડામાં 1.5 ઈંચ તથા દસક્રોઈ, સાણંદ, ઉના અમને ઝઘડિયામાં સવા ઈંચ થયો છે. સાથે હિંમતનગર, વાલોદ, તારાપુર, ગણદેવી, મહુવા, ચિખલી, વાલીયા, ડભોઈ, રાપર, વઢવાણ, માળીયા અને કલોલમાં એક-એક ઈંચ વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here