Gujarat Election: આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાતત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
Reels
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/OERVyrpnbi
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા.. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોક થી આઝાદ ચોક સુધી રોડ શો નું આયોજન કરાયું હતું.. 500 મીટરના રોડ શો માં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા.. કેજરીવાલ એ જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટી ની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. ઉપરાંત સરકારી શાળા નો સ્તર પણ સુધારવામાં આવશે.. સાથે સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી.. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરી વાલે જનતા સમક્ષ અપીલ કરી હતી..દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ન તો આતંકવાદી છે ન ભ્રષ્ટાચારી છે તે તો જનતા કા લાડલા હૈ..
AAP ગુજરાતના યુવા નેતાશ્રી યુવરાજસિંહ જાડેજાનું મહત્વપૂર્ણ મૂદ્દે પ્રેસ મીડિયાને સંબોધન #LIVE https://t.co/JafHsBV4I8
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022