ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીની મોસમ પણ જામી ચૂકી છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે રાજ્યના 14 શહેરોમાં 20 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયુ હતુ.
14.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતુ.
અન્ય શહેરોની વાત કરીએ તો
- ગાંધીનગરમાં 14.8 ડિગ્રી
- વડોદરામાં 17.2 ડિગ્રી
- ડીસા અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી
- વલસાડમાં 17.5 ડિગ્રી
- અમદાવાદમાં 17.6 ડિગ્રી
- કેશોદમાં 17.7 ડિગ્રી
- વલ્લભવિદ્યાનગરમાં 17.8 ડિગ્રી
- મહુવામાં 19.1 ડિગ્રી
- ભૂજમાં 19.2 ડિગ્રી
- ભાવનગરમાં 19.2 ડિગ્રી
- સુરેન્દ્રનગરમાં 19.4 ડિગ્રી
- રાજકોટમાં 19.5 ડિગ્રી
- દમણમાં 20.4 ડિગ્રી
- દિવમાં 21.5 ડિગ્રી
- પોરબંદરમાં 22 ડિગ્રી
- દ્વારકા અને વેરાવળમાં 22.5 ડિગ્રી
- સુરતમાં 23
- ઓખામાં 24.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું