ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત થઈ રહેલી મેઘ મહેર ની વચ્ચે 11 જુલાઈના રોજ ગુજરાતના 207 જળાશયોમાં પાણીના સંગ્રહમાં 40.24 ટકાનો વધારો થયો છે.

read more: Gujarat Rain: ગુજરાત થયું પાણી પાણી; 61 વ્યક્તિઓએ ગુમાવ્યો જીવ, 272 પશુઓના મોત

રાજ્યના પાણી પુરવઠા વિભાગના જણાવ્યું છે કે રાજ્યભરના 11 જળાશયોમાં સો ટકાથી વધુ 18 જળાશયોમાં 70 થી 100 ટકા 25 જણાશેઓમાં 50 થી 70% અને 101 જળાશયોમાં 25% થી ઓછો પાણીનો સંગ્રહ 11 જુલાઈ સુધી થઈ ચૂક્યો છે.

Jamnagar Dam Rain 6

રાજ્યના મોટા પાણી સંગ્રહ તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં હાલમાં 1,51,586 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે સરદાર સરોવરની કુલ ક્ષમતા ના 45.37% છે.

રાજ્યના 13 જળાશયો જેમાં સો ટકાથી વધુ પાણી છે અને બે એવા જળાશયો જેમાં 90% થી સો ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે એ અત્યારે હાઈ એલર્ટ પર છે 80 થી 90 % પાણીનો સંગ્રહ ધરાવતા આઠ જળાશયો એલર્ટ પર છે અને 70% થી 80% પાણીનો સંગ્રહ ધરાવતા જળાશયો ને સામાન્ય ચેતવણી સ્તર પર રાખવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here