Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાહોદના લીમખેડા અને દેવગઢ બારિયા ખાતે રોડ- શો યોજ્યો હતો. લીમખેડા અને દેવગઢ બારિયા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર પર જોર મૂકાયું છે. ભગવંત માનના રોડ- શોમાં મોટી સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ જોડાયા હતાં.
આજરોજ પંજાબના મુખ્યમંત્રીશ્રી @BhagwantMann ની ઉપસ્થિતિમાં દેવગઢ બારીયા ખાતે ભવ્ય રોડ-શો યોજાયો.
આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો પ્રેમ અને વિશ્વાસ દર્શાવે છે કે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/uGgFplz0ZG
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 7, 2022
Reels
આ રોડ- શો બાદ લીમખેડાના શાસ્ત્રી ચોકમાં પંજાબના મુખ્યમંત્રીએ લોકોને એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા અપીલ કરી હતી. આ સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આરોપ લગાવ્યો કે 8 ડિસેમ્બરના રોજ પેપર નહીં પણ ફટાકડા ફૂટવાના છે. ભાજપ સરકાર મોંઘવારી ડામવામાં અને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડ્યાનો પણ આરોપ તેમણે લગાવ્યો હતો.
ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાક બુકીઓએ પોલિટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે ? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? કઇ બેઠકો ગુમાવવી પડશે? હાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે ? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.