વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરેજમાં બિરાજમાન શ્રી ઓગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા. ચૂંટણી સભા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગડધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઓગડનાથજી મહારાજના મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

કાંકરેજમાં સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે  પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે.  જીતના તમામ રેકોર્ડ઼ તૂટશે તેવો વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે આ કોંગ્રેસને જેમાં પોતાનો સ્વાર્થ ના દેખાય એ કામ જ નહિ કરવાનું એ કોંગ્રેસના સ્વભાવમાં છે. ભારત પાસે ગૌવંશની જે વિરાસત છે તે આપણી ખુબ મોટી શક્તિ છે. વિપરીત પરિસ્થિતિમાં અભાવની વચ્ચે પણ અમારી કાંકરેજની ગાય સ્વભાવ ના બદલે.

News Reels

આજે ફરી અમદાવાદમાં રોડ શો કરશે વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ફરી અમદાવાદમાં રોડ શો કરશે. શાહીબાગથી સરસપુર સુધી રોડ શો યોજાશે. ખાનપુર, વિજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદીર,ખમાસા ચાર રસ્તા,મ્યુ કોર્પો ઓફીસ, ઢાળની પોળ, આસ્ટોડીયા,રાયપુર દરવાજા,કાપડીવાડ, સારંગપુર , આંબેડકર પ્રતિમા સુધી રોડ શો યોજાશે. સાથે જ ભદ્રકાળી માતાના મંદીરે પણ દર્શન કરશે. ગઈકાલે પણ પીએમ મોદીનો ભવ્યરોડ શો યોજાયો હતો. સાંજે નરોડાથી શરૂ થયેલો રોડ શો ચાંદખેડાના IOC ચાર રસ્તાએ પૂર્ણ થયો. 32 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન રસ્તાની બંને તરફ ભારે ભીડ ઉમટી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here