બોટાદ:  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવાનો આજે છેલ્લો દિવસ છે. મળતી જાણકારી અનુસાર, ગઢડા 106 બેઠકના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં સંતો પહોંચ્યા હતા. શંભુપ્રસાદ ટુંડિયા સંતોની હાજરીમાં મોટી સંખ્યામાં રેલી સાથે નામાંકન ભરવા પહોંચ્યા હતા. શંભુ પ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં શુંભુપ્રસાદે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાને પોતાનો રેકોર્ડ તોડવાની વાત કરી છે તે જ મુજબ રેકોર્ડ તૂટશે. આત્મારામ પરમાર,સુરેશ ગોધાણી, સહિત મોટી સંખ્યામાં સંતો સાથે કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે.

Gujarat Election 2022: જામનગર ઉત્તરની બેઠક પર પત્ની રિવાબા સાથે ફોર્મ ભરતી વખતે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું ?

Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આજે
જામનગર શહેરની બંન્ને વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારીપત્રો ભરાયા હતા. જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી કરી ઉમેદવારી હતી.
 
ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી સભામાં રિવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. તેમણે કહ્યું હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેઓએ મારી પત્ની પર વિશ્વાસ મુક્યો. જામનગર માટે જેટલો વિકાસ થાય તેનો કોશિશ રિવા કરશે. તેની કારકિર્દીની શરૂઆત છે અને તેને હજુ ઘણું શીખવાનું છે, મારી પત્ની માટે આ પહેલી મેચ છે, નાના માણસોને મદદ કરવાનો હેતુ છે અમારો. જામનગરમાં થતી મદદ લોકોને અમે કરીશું.

જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પત્ની રીવાબા જાડેજા માટે માંગ્યા મત

Reels

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે મત માંગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી. નોંધનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના માધ્યમથી પત્ની રિવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here