Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.  બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.

ચૂંટણી માટે ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. ગઈકાલે સાંજે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાં સૌથી વરિષ્ઠ મોહન રાઠવાના રાજીનામાં બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તાલાલા બેઠક ઉપરથી જીતેલા ભગવાનભાઈ બારડે હવે પોતાનું રાજીનામું આપી દીધું છે અને બુધવારે સવારે કમલમમાં વિધિવત રીતે ભાજપમાં ભગવાનભાઈ બારડ જોડવા જઈ રહ્યા છે. એક તરફ, ચૂંટણી પ્રચારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે દિગ્ગજ નેતાઓની દેખીતી ગેરહાજરી વચ્ચે નબળી પડી રહેલી કોંગ્રેસ હવે પોતાના નેતાઓ પણ ગુમાવી રહી છે. 

ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો નિર્ણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયેલા રાઠવાએ કેસરિયો ધારણ કરતા કહ્યું કે, મને કોંગ્રેસે ટિકિટ આપવાની ના પાડી જ નથી. કોઈપણ પક્ષ કે નેતા સાથે દ્રેષ નથી. આ નિર્ણય મે લીધો છે. દીકરાની લાગણી હતી એટલે ભાજપમાં જોડાયા છીએ. ભાજપવાળા તો 100% અમને ટિકિટ આપવાના જ છે.

Reels

રાઠવાએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને પક્ષના તમામ પદેથી અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું મોકલાવ્યું છે. મોહનસિંહ રાઠવા ગુજરાત કોંગ્રેસના ટોચના દિગ્ગજ નેતા કહેવાય છે. રાઠવા છેલ્લા 55 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યાં છે અને અચાનક આ રાજીનામું અનેક સવાલો ઉભા કરી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here